આખરે તણાવમુક્ત જીવનનું રહસ્ય જડી ગયું!

Thursday 20th March 2025 06:12 EDT
 
 

શાંતિપૂર્ણ જીવન જીવવાનો અત્યંત સુગમ માર્ગ મળી ગયો!

કોઈ જટિલ ધાર્મિક વિધિઓ નથી, કોઈ સખત ત્યાગ તપશ્ચર્યા નથી – છે તો માત્ર શાંતિ, સ્થિરતા અને સમાધાન! 

શા માટે જીવન સતત સંઘર્ષમય લાગે છે? 

આજના યુગમાં સૌ કોઈને કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. જેમ કે… વધારે પડતા કામનો બોજો, નાણાકીય સમસ્યાઓ, સંબંધોમાં થતી તકરાર અને અનંત જવાબદારીઓનું નિર્વહન કરવાનું એકધારું દબાણ!

સૌ કોઈ આમાંથી રાહત મેળવવા અનેક જાતના પ્રયાસ કરે છે. ધ્યાન, પ્રાણાયામ, યોગ, પ્રેરણાદાયી પુસ્તકોનું વાંચન, સાયકોલોજીસ્ટ પાસેથી કાઉન્સેલિંગ, મનોચિકિત્સક પાસેથી તનાવ અને ડિપ્રેશનના ઈલાજ માટે દવાઓ, અને અન્ય ઘણા પ્રયત્નો કર્યા પછી પણ, આંતરિક શાંતિ જોજનો દૂર હોય એવું લાગે છે.

પરંતુ જો આનો ઉકેલ આપણે વિચાર્યું હોય તેના કરતાં સરળ અને પાછો વૈજ્ઞાનિક હોય તો?

 

નિરાકુળતાની વાટે!

કલ્પના કરો કે સવારે ઉઠતાની સાથે જ તમારું મન શાંત, પ્રફુલ્લિત અને બોજા રહિત હોય, ભલેને પરિસ્થિતિ ગમે તેવી મુશ્કેલ હોય! શું આ શક્ય છે? હા, શક્ય છે અક્રમ વિજ્ઞાનથી!

અક્રમ વિજ્ઞાન, એક અનન્ય આધ્યાત્મિક વિજ્ઞાન છે. એના સિદ્ધાંતોના ઉપયોગથી વ્યવહાર કે આધ્યાત્મની બધી જ સમસ્યાઓનું ઉત્તરોત્તર સમાધાન પ્રાપ્ત થાય છે.

◉ સંબંધોની જટિલ સમસ્યાઓ અને બિનજરૂરી તકરારોનો અંત 

◉ આંતરિક અને બાહ્ય સંઘર્ષોમાંથી મુક્તિ 

◉ પરિવારમાં શાંતિ, સુમેળ, સંપ અને સંવાદિતતા 

◉ કર્મના વિજ્ઞાનની સાચી સમજણથી જીવનમાં સંતુલિતતા

અહીં કોઈ ત્યાગ-તપશ્ચર્યા, વ્રત-ઉપવાસ કે જટિલ ધાર્મિક વિધિઓ નથી. ફક્ત ‘હું કોણ છું અને જગત કોણ ચલાવે છે?’ એની વૈજ્ઞાનિક સમજણ છે. જેમ જેમ આ સમજણ ફીટ થતી જાય તેમ તેમ જીવન જીવવાના અભિગમમાં પરિવર્તન આવતું જાય. 

 

અક્રમ વિજ્ઞાનની વિશેષતાઓ:

પરંપરાગત રીતે, મોક્ષમાર્ગમાં લોકોને પોતાના સાંસારિક જીવન અને ભૌતિક સંપત્તિનો ત્યાગ કરવો પડતો હોય છે. તેમાં પોતાના અહંકારનો વિલય કરવા માટે આંતરિક નબળાઈઓ દૂર કરીને, સંયમનો અભ્યાસ કરવો પડે છે અને પછી છેલ્લે ‘આત્મા’ પ્રાપ્ત થાય છે.

અક્રમ વિજ્ઞાનમાં, જ્યારે જ્ઞાનીની કૃપાથી આત્મા માટેની સંપૂર્ણ અજ્ઞાનતા જાય છે, ત્યારે અંદરથી ફેરફાર થવા માંડે છે. આત્મજ્ઞાન પ્રાપ્તિના વૈજ્ઞાનિક પ્રયોગ દ્વારા, માત્ર બેજ કલાકમાં આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, જેને 'જ્ઞાનવિધિ' તરીકે ઓળખવામાં આવે છે."

 

શાશ્વત સુખની કેડી - કોને લાભદાયક થઇ શકે? 

આ વિજ્ઞાન ફક્ત તમને તમારી ખરી ઓળખાણ નથી કરાવતું, પરંતુ તમને એવી અંતર્દષ્ટિ આપે છે, કે જેનાથી તમે તમારા જીવનને જેમ છે તેમ આનંદથી સ્વીકારી શકો અને તમારી આસપાસના લોકો સાથેના તમારા સંબંધોમાં પરિવર્તન પણ લાવી શકો.

◉ ધંધાદારી વેપારીઓ કે વ્યાવસાયિકો માટે - કામનાં બોજામાં રાહત, નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો, 
   અને વધુ સારા વર્ક-લાઇફ બેલેન્સ તરફ પ્રયાણ

◉ માતા-પિતા અને પરિવારો માટે - સંબંધોમાં સંગીનતા, તકરાર સામે ઉકેલો, પારિવારિક જીવનમાં
  સુમેળ વધે 

◉ યુવાનો અને વિદ્યાર્થીઓને – ચિંતામાં હળવાશ થાય, આત્મવિશ્વાસ કેળવાય, જીવનના
    નિર્ણયો વધુ સ્પષ્ટતા સાથે લેવામાં મદદરૂપ થાય

◉ વડીલો - મનની શાંતિ અને મનુષ્ય જીવનના ધ્યેય વિશે ઊંડી સમજ કેળવાય.

યુકેમાં એક ખાસ તક! 

આ એપ્રિલમાં અક્રમ વિજ્ઞાનના પ્રણેતા આત્મજ્ઞાની પરમ પૂજ્ય દીપકભાઈ નાં યુકેની ધરતી પર પાવન પગલાં થશે, જેમાં લંડનમાં 4 દિવસ અને લેસ્ટરમાં 3 દિવસ રહેશે.

યુકેનાં મુમુક્ષુઓ માટે પ્રત્યક્ષ પ્રશ્નોતરી સત્સંગ અને જ્ઞાનવિધિમાં હાજરી આપવાનો આ એક અમૂલ્ય અવસર છે. તેમનું માર્ગદર્શન તમને આત્મ-સાક્ષાત્કાર અને કાયમી શાંતિ પામવા તરફની યાત્રા શરૂ કરવામાં અત્યંત મદદરૂપ થઇ શકશે. અસંખ્ય મુમુક્ષુઓએ આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને 'ખરા' સુખનો અનુભવ કર્યો છે, જે તમે પણ કરી શકો છો!

 

ઇવેન્ટની મહત્ત્વપૂર્ણ તારીખો અને સ્થળો :-

Friday 4th – Sunday to 6th April – Leicester

Friday 11th - Monday to 14th April – London

આ ઇવેન્ટમાં હાજરી આપવા માટે કોઈ ફી નથી – આપનું સ્વાગત છે!

વિગતો માટે, આજે જ અમારો સંપર્ક કરો :-
 0330 111 3232
 [email protected]

----------------

• પૂજ્ય દીપકભાઈના સત્સંગ અને જ્ઞાનવિધિમાં જોડાઓ અને વધુ સંતુલિત,  શાંતિપૂર્ણ જીવન તરફ પ્રથમ પગલું ભરો!

• આત્મ-સાક્ષાત્કારનો અનુભવ અને કાયમી  સુખની ઊંડી અનુભૂતિની શોધ કરવાની આ  અમૂલ્ય તક ચૂકશો નહીં. 

 હૃદય સ્પર્શી અનુભવ સાંભળવા, વધુ માહિતી મેળવવા, અને રજીસ્ટ્રેશન માટે QR code સ્કેન કરો અથવા અહીં આપેલી લિંક નો ઉપયોગ કરો: dbfuk.org/akramscience


comments powered by Disqus