‘લાલોઃ શ્રી કૃષ્ણ સદા સહાયતે’ દરેક ગુજરાતીએ અચૂકપણે જોવા જેવી ફિલ્મ

Wednesday 19th November 2025 06:45 EST
 
વેમ્બલીમાં સિનેવર્લ્ડ થિયેટરમાં ‘લાલોઃ શ્રી કૃષ્ણ સદાય સહાયતે’ ફિલ્મના શો દરમિયાન હેરોના મેયર કાઉન્સિલર અંજના પટેલ (વચ્ચે)
 

નવા રંગ-રૂપ-કથાવસ્તુ સાથે રજૂ થઇ રહેલી ગુજરાતી ફિલ્મોના પરદે તાજગીસભર વિષય રજૂ થયેલી ‘લાલોઃ કૃષ્ણ સદા સહાયતે’ ફિલ્મ સફળતાના નવા સીમાચિહ્ન અંકિત કરી રહી છે. આ ફિલ્મે પહેલાં ગુજરાતમાં અને હવે યુકેના ગુજરાતીઓને ઘેલું લગાડ્યું છે. દર્શકોને થિયેટર સુધી દોડતા કરી દીધા છે એમ કહીએ તો પણ ખોટું નથી. ભારત અને યુકેમાં અત્યાર સુધીમાં રિલીઝ થયેલી તમામ ગુજરાતી મૂવીમાં સૌથી વધુ બોક્સઓફિસ કલેક્શન ‘લાલા’એ કર્યું છે અને હજી થિયેટરમાં હાઉસફૂલના પાટિયાં દેખાય છે.
હેરોના મેયર કાઉન્સિલર અંજના પટેલે પણ વેમ્બલીના થિયેટરમાં ‘લાલો’ ફિલ્મ નિહાળ્યા પછી દરેક ગુજરાતીને આ ફિલ્મ અચૂકપણે જોવા માટે આગ્રહ કર્યો હતો. ફિલ્મ પૂરી થઈ ત્યારે આ ફિલ્મના ગીત પર પ્રેક્ષકોએ થિયેટરમાં રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી તે જ દર્શાવે છે કે આ ફિલ્મે દર્શકોને કેવી મોજ કરાવી છે.
‘લાલો’ ફિલ્મનો એક ડાયલોગ છેઃ ‘પ્રભુ છેને મારે કોઈ ભાઈબંધ નથી, પ્રભુ તમે મારા ભાઈબંધ બનશો?’ આ ડાયલોગે તો ધૂમ મચાવી છે. કોઇ ગુજરાતી જ્યારે વિદેશની ધરતી પર માઇગ્રેટ થાય છે ત્યારે હંમેશા તેના મનમાં આ જ વિચાર આવતો હોય છે. આથી જ ઈંગ્લેન્ડમાં હજારો વિદ્યાર્થીઓ પણ આ ડાયલોગ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં ‘ચાલો,
‘લાલો’ જોવા જઈએ...’ તેવા મિમ્સ ખૂબ જ ચાલી રહ્યા છે.
એક ગુજરાતી અગ્રણી પોતાનું નામ ન આપવાની શરતે કહે છે, ‘ઈંગ્લેન્ડમાં ગુજરાતી ભાષા અને ગુજરાતી કલ્ચર જીવતું રાખવા માટે દરેક કુટુંબે ગુજરાતી ફિલ્મ જોવી જોઈએ.’


comments powered by Disqus