ન્યૂ યોર્કઃ શહેરની એક ભીડવાળી ક્લબમાં રવિવારે ગોળીબારની ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે આઠ લોકો ઘાયલ થયા છે. ન્યૂ યોર્ક પોલીસ વિભાગના કમિશનરે જણાવ્યું કે હુમલાખોરોએ બ્રુકલિનના ક્રાઉન હાઈટ્સ સ્થિત ‘ટેસ્ટ ઓફ ધ સિટી લાઉન્ઝ’ પર અનેક હથિયારોથી ફાયરિંગ કર્યું હતું. ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે અધિકારીઓ લાઉન્ઝથી મળેલા ઓછામાં ઓછા 36 બોક્સ અને એક બંદૂકની તપાસ કરી રહી છે. ગોળીબારમાં ઘાયલ લોકોમાં ત્રણ મહિલાનો પણ સમાવેશ થાય છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

