પાસપોર્ટમાં વિલંબથી સ્પેનમાં ભારતીયોને તકલીફ

Wednesday 20th August 2025 06:55 EDT
 
 

નવી દિલ્હીઃ સ્પેનમાં સંખ્યાબંધ ભારતીયો પાસપોર્ટ રિન્યુઅલ્સમાં થયેલા વિલંબના કારણે અટવાઈ ગયા છે. રૂટિન પાસપોર્ટ અરજી જાણે લાંબા સમયથી પડી રહેલા કામ જેવી થઈ ગઈ છે. કેટલીય અરજી તો 6 મહિનાથી પડી હોવાથી લોકો વિદેશ પ્રવાસ કે કામ કરી શકતા નથી, તેમને આવશ્યક સેવાઓનું એક્સેસ મળતું નથી. નોર્થ અમેરિકન પંજાબી એસોસિયેશને ગયા સપ્તાહે આ સ્થિતિ અંગે ચેતવણી આપતા જણાવ્યું હતું કે, ઘણા અસરગ્રસ્તો પંજાબના છે. આ રીતે અટવાઈ ગયેલા લોકોને તાકીદની તબીબી જરૂરિયાત હોય છે, કૌટુંબિક કટોકટી હોય છે અને અન્ય માનવીય તકલીફો હોઈ શકે છે, છતાં તેમના પાસપોર્ટ અટવાયેલા છે.


comments powered by Disqus