લંડનઃ સેન્ટ્રલ લંડનમાં આવેલા જસ્ટિસ મિનિસ્ટ્રીના હેડક્વાર્ટરને બિલિયોનર ડેવલપર અરોરા ગ્રુપ દ્વારા 245 મિલિયન પાઉન્ડમાં ખરીદી લેવાયું છે. સુરિન્દર અરોરાના નેતૃત્વ હેઠળનું આ ગ્રુપ બકિંગહામ પેલેસ નજીક આવેલી ક્વીન એન્સ મેન્શન નામની આ ઇમારતને લક્ઝરી હોટેલમાં તબદિલ કરવાની યોજના ધરાવે છે. 14 માળની આ ઇમારત જસ્ટિસ મિનિસ્ટ્રીને લીઝ પર અપાઇ હતી અને 15 મિલિયન પાઉન્ડ પ્રતિ વર્ષની આ લીઝ વર્ષ 2028માં પૂરી થઇ રહી છે. અરોરા ગ્રુપે જણાવ્યું હતું કે, તે આ ઇમારતના રિડેવલપમેન્ટ માટે તમામ સંભવિત વિકલ્પોની ચકાસણી કરશે.

