ઢાકાઃ બાંગ્લાદેશમાં હજી ડ્રામાબાજી ચાલી રહી છે. પૂર્વ રાષ્ટ્રપ્રમુખ મોહંમદ અબ્દુલ હમીદ સવારે 3 વાગ્યે ઢાકા આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી થાઈ એરવેઝની ફ્લાઇટમાં થાઇલેન્ડ ભાગી છૂટ્યા છે. તેઓ માત્ર લૂંગી પહેરીને જ વિમાનમાં ચઢ્યા હતા. ગયા વર્ષે શેખ હસીના વિરોધી આંદોલન દરમિયાન વિરોધીઓ સામેનાં પગલાં માટેની તપાસમાં હમીદનો પણ સમાવેશ થાય છે. અબ્દુલ હમીદે 2013થી 2023 સુધી બે કાર્યકાળ માટે બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. 2024ના આંદોલન દરમિયાન વડાં પ્રધાન શેખ હસીના અને તેમના સહાયકો સામે નોંધાયેલા એક હત્યાકેસમાં તેઓ પણ સહઆરોપી પણ છે.