ઈમરાન ખાનને 14 વર્ષની જેલ: પત્ની બુશરા બીબીને પણ 7 વર્ષની સજા

Wednesday 22nd January 2025 05:49 EST
 
 

ઇસ્લામાબાદઃ જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને મોટો આંચકો લાગ્યો છે. પાકિસ્તાનની એક કોર્ટે અલકાદિર ટ્રસ્ટ કેસમાં ઇમરાન ખાનને 14 વર્ષની જેલની સજા ફટકારી છે. આ કેસમાં ઇમરાનની પત્ની બુશરા બીબીને પણ 7 વર્ષની જેલની સજા ફટકારાઈ છે.
ઉલ્લેખનીય છે કે, અલકાદિર યુનિવર્સિટી પ્રોજેક્ટ ટ્રસ્ટ સંબંધિત ભ્રષ્ટાચાર કેસમાં ઇમરાન અને તેની પત્નીને આ સજા ફટકારાઈ છે. આ કેસમાં ઇમરાન સત્તાના દુરુપયોગ માટે પણ દોષિત છે. કોર્ટે ઇમરાન અને તેની પત્નીને 190 મિલિયન પાઉન્ડનો દંડ પણ ફટકાર્યો છે. રાવલપિંડીની અદિયાલા જેલ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. ઇમરાન ખાન ઓગસ્ટ 2023થી રાવલપિંડી જેલમાં બંધ છે.
આ કેસમાં પાકિસ્તાની કોર્ટે ડિસેમ્બર 2024માં જ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. 17 જાન્યુઆરીએ ચુકાદો જાહેર થાય તે પહેલાં કેસને ત્રણ વખત મુલતવી રખાયો હતો. આ દરમિયાન ચુકાદા પછી તરત જ બુશરા બીબીને કસ્ટડીમાં લેવાઈ હતી.


comments powered by Disqus