અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની હત્યા

Wednesday 22nd January 2025 05:49 EST
 
 

વોશિંગ્ટન ડીસીમાં હૈદરાબાદના વતની રવિ તેજાની ગોળી મારીને હત્યા કરી દેવાઈ. રવિ 2022માં માસ્ટરનો અભ્યાસ કરવા માટે અમેરિકા ગયો હતો.

• બાંગ્લાદેશ સાથે સહયોગ વધારવા ચીન તૈયારઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંબંધો બગડ્યા છે, ત્યારે ચીને બાંગ્લાદેશને પોતાના પક્ષમાં કરવા રાજકીય અને બેલ્ટ એેડ રોડ સહયોગ વધારવા તૈયારી દર્શાવી છે.

• 20 મિનિટ વધુ રોકાઈ હોત તો...: હસીનાઃ બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાએ બાંગ્લાદેશ પર આરોપ લગાવતાં કહ્યું કે, જો મને દેશ છોડતાં 20 મિનિટ વધુ થઈ હોત તો મારી હત્યા થઈ જાત.

• ઇરાનમાં સુપ્રીમ કોર્ટના બે કટ્ટરપંથી જજની હત્યાઃ રાજધાની તહેરાનમાં શનિવારે એક બંદૂકધારીએ સુપ્રીમ કોર્ટના બે કટ્ટરપંથી જજની હત્યા કરી દીધી. ઘટના બાદ હુમલાખોરે પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

• અફઘાનિસ્તાનમાં સ્ત્રીશિક્ષણ માટે તાલિબાન નેતા આગળ આવ્યાઃ અફઘાનિસ્તાન વિદેશ મંત્રાલયના ડેપ્યુટી સચિવ શેર અબ્બાસ સ્ટાનિક જઇએ ખોસ્ત પ્રાંતમાં કહ્યું કે, હાલના સમયમાં છોકરીઓને શિક્ષણથી વંચિત રાખવાનું કોઈ કારણ નથી. આવું ક્યારેય ન કરવું જોઈએ.

• સરહદે બાંગ્લાદેશી ખેડૂતો દ્વારા ચોરીઃ ભારત-બાંગ્લાદેશ વચ્ચે બંગાળના માલદાની સુકદેવપુર બોર્ડર આઉટપોસ્ટ વિસ્તારમાં બાંગ્લાદેશી ખેડૂતો દ્વારા ભારતના ખેડૂતોના ખેતરમાં ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે.

• દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિની ધરપકડઃ દેશદ્રોહના આરોપમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક એયોલની ધરપકડ કરવામાં આવી હતી. દક્ષિણ કોરિયામાં પ્રથમ વખત કોઈ રાષ્ટ્રપતિની ધરપકડ કરાઈ છે.

• ભ્રષ્ટાચાર કેસમાં ખાલિદા નિર્દોષઃ બાંગ્લાદેશ સુપ્રીમ કોર્ટે પૂર્વ વડાંપ્રધાન ખાલિદા ઝિયાને અનાથાલય ટ્રસ્ટ ભ્રષ્ટાચાર મામલે નિર્દોષ જાહેર કર્યાં છે. હાઇકોર્ટે આ કેસમાં તેમને 10 વર્ષની જેલની સજા ફટકારી હતી.


comments powered by Disqus