કેનબેરાઃ ઓસ્ટ્રેલિયામાં 3 મેના રોજ સામાન્ય ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન નાગરિકોની ભૂમિકા પહેલા કરતાં વધુ મહત્ત્વની બની ગઈ છે. ભારતીય મૂળના લગભગ 8 લાખ ઓસ્ટ્રેલિયન મતદારો આ વખતે તેમના મતાધિકારનો ઉપયોગ કરશે, જે કુલ વસ્તીના 3.1% છે. ભારતીયોની વધતી સંખ્યા, તેમના યોગદાન અને સક્રિયતાએ રાજકીય પક્ષોને વિશેષ ધ્યાન આપવાની ફરજ પાડી છે.
આ ચૂંટણીમાં ભારતીય મૂળના રેકોર્ડ 45 ઉમેદવારોએ વિવિધ વિસ્તારોમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જે-જે વિસ્તારમાં ભારતીય સમુદાયની સંખ્યા 10 ટકાથી વધુ છે. ત્યાં ભારતીય મતદારોનો પ્રભાવ ચૂંટણી માટે નિર્ણાયક બની શકે છે.
ભારતીય ઓસ્ટ્રેલિયન સમુદાય માટે ચૂંટણીમાં મોંઘવારી, હાઉસિંગ, આર્થિક સંકટ, વિઝા નીતિ અને શિક્ષણ જેવા મુદ્દા મુખ્ય સ્થાને છે. 3 વર્ષમાં ઘરના ભાડામાં 35 ટકાનો વધારો થયો છે. કુણાલ કાલરાએ જણાવ્યું કે વીમો, ખાદ્યપદાર્થો, તબીબી સહિત દરેક વસ્તુનો ખર્ચ ત્રણ વર્ષમાં બમણો થઈ ગયો છે. વિઝા પ્રક્રિયામાં વિલંબના કારણે પણ ભારતીયો નારાજ છે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયામાં ભારતીયો એક મહત્ત્વનો ભાગ ભજવે છે.