ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં હિન્દુઓ પર હુમલા સામાન્ય વાત થતી જાય છે, સિંધ પ્રાંતમાં એક પાકિસ્તાની હિન્દુ મંત્રી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. પાકિસ્તાનની કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરતા લોકો દ્વારા આ હુમલો કરાયો. પ્રદર્શનકારીઓ સિંધ પ્રાંતમાં એક કેનાલ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા હતા. જે દરમિયાન હિન્દુ મંત્રીના કાફલા પર તેમણે હુમલો કર્યો હતો. પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારમાં ધાર્મિક મામલાના રાજ્ય મંત્રી ખેલદાસ કોહિસ્તાની સિંધના થટ્ટાથી પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન તેમના કાફલા પર હુમલો કરાયો હતો.