૨૧મી સદીમાં જૈન એકેડેમીક શિક્ષણનો સૂર્યોદય: છેલ્લા બે દાયકામાં જૈન શિક્ષણના વૈશ્વિક વિકાસની ઐતિહાસિક સિધ્ધિની ઝલક

Wednesday 23rd April 2025 08:45 EDT
 
 

રવિવાર ૬ એપ્રિલ, ૨૦૨૫ના રોજ સધર્ન કેલીફોર્નિયા, લોસ એન્જલસના ભવ્ય જૈન સેન્ટર ખાતે જૈન દાતાઓએ $૧.૭૫ (૧૫ કરોડ રૂપિયા)નું માતબર દાન નોંધાવી બે કાયમી શૈક્ષણિક અધિકૃત પદવીઓની જાહેરાત કરી હતી.
૧૬ એપ્રિલે સધર્ન કેલીફોર્નિયા જૈન સેન્ટરમાં ઇન્ટરફેઇથ એજ્યુકેશનની સિમાચિહ્ન સમા સહી કરાર વિધિમાં ૧૦૦ થી વધુ જૈન અગ્રણીઓએ ભાગ લીધો હતો. અને ભગવાન ચંદ્રપ્રભ-પ્રોફેસરશીપ ઓન જૈન સ્ટડીસ સંપન્ન કરાઇ હતી
જેમાં હાલના JAINAના ચેર ડો. નીતિન શાહ, અને JCSCના મુખ્ય દાતા દિલિપ શાહ, શ્રી મહેશ વાઢેર, પૂર્વ પ્રેસિડેન્ટ ઓફ જૈના, અરિહંત ઇન્સ્ટીટ્યુટ ઓફ જૈનાના CEO ડો.પરવીન જૈન અને પ્રોફેસર ડો. સુષમા પારેખ, ગ્લોબલ જૈન શિક્ષણના હિમાયતી અને પાયાના ઉદારમના દાતા ડો. જશવંત મોદી અને શ્રીમતી મીરા મોદી તેમજ ડો.સુલેખ જૈન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
 છેલ્લા બે દાયકાની જૈન એકેડેમીક પ્રગતિની હોંશભેર ઉજવણી કરી. આ પ્રસંગે એની નોંધપાત્ર વિગતોનો અહેવાલ પ્રસિધ્ધ કરતા ગૌરવની લાગણી થાય છે.
વૈશ્વિક વિકાસ અને એની પહોંચ:
વિશ્વભરના ૧૨ દેશોની લગભગ ૫૦ યુનિવર્સિટીઓમાં જૈન સ્ટડીસની સુવિધા ઉભી કરાઇ છે. જેમાં ચેર્સ, પ્રોફેસરશીપ્સ, લેક્ચરરશીપ્સ, પોસ્ટ ડોક્ટરલ ફેલોશીપ્સ, વાર્ષિક વ્યાખ્યાન શ્રેણી સહિત અનેક ક્ષેત્રે પ્રગતિનો પંથ કંડારાયો છે. તાજેતરમાં ૩૪ વિદ્વાનો જૈન સ્ટડીસમાં Ph.D. કરી સંશોધન કરી રહ્યા છે.
તાજેતરના સિમાચિહ્નો:
યુ.કે.ની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં આ મહિનામાં જ બે નવી ચેર્સ અને પ્રોફેસરશીપ્સ તેમજ બે Ph.D. ની અધિકૃત બેઠકોનો શુભારંભ થયો છે. વધારામાં બે નવી પોસ્ટ ડોક્ટરલ ફેલોશીપ્સ ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીસમાં શરુ કરેલ છે. એના વધુ વિસ્તાર માટે યુ.એસ.એ.ની ૨ થી ૩ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ સાથે ચક્રો ગતિમાન છે. યુનિવર્સિટી ઓફ બર્મિંગહામમાં જૈન સ્ટડીસ પ્રોગ્રામ સતત વિકાસના પંથે છે. ધ ઇન્ટરનેશનલ જૈન સ્ટડીસ (ISJS) બહુવિધ વિસ્તારમાં વિકસી રહેલ છે. તાજેતરમાં જાપાનમાં બે પ્રોફેસર વિદ્વાનો અરસ-પરસના યજમાન બન્યા છે.
ISJS ફેકલ્ટીના સહયોગમાં બે જૈન આગમોનું પ્રાકૃતમાંથી જાપાનીસ ભાષામાં રૂપાંતર થઇ રહ્યું છે. ISJSએ પ્રાકૃત, અપભ્રંશ અને બ્રાહ્મિ લિપિનું તામિલ અને કન્નડ ભાષામાં પણ ભાષાંતર કરવાનું અગાઉથી સૂચિત કરાયેલ છે. ISJSએ તાજેતરમાં પાંચ સપ્તાહની સમર સ્કુલ કરી હતી જેમાં યુ.એસ.એ, યુ.કે.,કેન્યા, ફિલિપાઇન્સ, બાંગલાદેશ અને ભારતના વિદ્વાનોએ અનુદાન આપ્યું હતું.
અરિહંત ઇન્સ્ટીટ્યુટ : નવોદિત સિતારો
૩ વર્ષ પહેલા કેલીફોર્નીયામાં એપ્રિલ’૨૨માં સ્થપાયેલ આ ઓન લાઇન ઇન્સ્ટીટ્યુટ ઝડપભેર પ્રગતિ કરી રહેલ છે. બે સપ્તાહ અગાઉ જ એના માટે $૧ મિલિયનનું દાન ગ્લોબલ જૈન શિક્ષણના હિમાયતી અને પાયાના ઉદારમના દાતા ડો. જશવંત મોદી અને શ્રીમતી મીરા મોદી તરફથી જાહેર થયું છે. જેનો ઉપયોગ “તીર્થંકર શ્રેયાંસનાથ પ્રોફેસરશીપ ઇન વિગન અને એનિમલ એડવોકસી સ્ટડીસ’ની સ્થાપના માટે થયેલ છે. એના માટે પ્રોફેસર તરીકે ડો.જોનાથન ડીકસ્ટીનની નિમણૂંક કરાઇ છે. ડો. નમ્રતા પટેલ, જેઓ મૂળ જૈન સિધ્ધાંતો અહિંસા અને કરૂણાના ખાસ આગ્રહી અને એડવોકેટ છે. હવે આ ઇનસ્ટીટ્યુટને પુષ્ટિ મળતા વેગવાન બનશે. ૪ ફુલ ટાઇમ, ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દી ધરાવતા ફેકલ્ટીના સભ્યો અને બારેક ફેકલ્ટી સાથે સંલગ્ન થશે. યુ.એસ.ની સંખ્યાબંધ યુનિવર્સિટીઓ સાથે ભાગીદારી નોંધાશે. નજીકના ભવિષ્યમાં એમ.એ. અને પી.એચ.ડી પ્રોગ્રામનો શુભારંભ થશે. અરિહંત ઇન્સ્ટીટ્યુટમાં વિગનીઝમ અને પ્રાણીમાત્ર પ્રત્યે કરૂણાભાવ-દયાભાવને પુષ્ટિ અપાશે. માનવીય મૂલ્યોમાં આ પાયાનું મૂલ્ય છે. આજના વિશ્વની સૌથી પડકારજનક સમસ્યા માટે આ રાહ સમાધાનકારી છે. ૪૫થી વધુ વૈશ્વિક યુનિવર્સિટીઓ સાથેના સ્વતંત્ર અભ્યાસક્રમોનું કેટલોગ બનાવાયું છે.
સહકાર અને સ્કોલરશીપ :
આજ સુધીમાં ૨૦૦ કરોડથી વધુ રૂપિયા (અંદાજી યુ.એસ.ડોલર ૨૪ મિલિયન)નું રોકાણ કરાયું છે. માત્ર જૈન સંસ્થાઓએ જ નહિ, યુનિવર્સિટીઓએ પણ સહકાર આપ્યો છે. ૮૦ જૈન વિદ્વાનોને તાલીમ અને શિક્ષણ, પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓ સહિત આપેલ છે. સાચા અર્થમાં આ અસાધારણ સહયોગના લાભાર્થી જૈન સમાજ છે. આ વિદ્વાનોની વય ૪૫ની અંદર છે. તેઓએ અપવાદરૂપ ઉચ્ચ શિક્ષણ મેળવેલ છે. તેમણે હિન્દી, ગુજરાતી, પ્રાકૃત, સંસ્કૃત અને કેટલાક કેસીસમાં તામિલ તથા કન્નડ ભાષા પણ શીખી એના પર પ્રભુત્વ મેળવેલ છે.
પ્રકાશનો અને ભાવિ : આંતરરાષ્ટ્રીય સ્તરે ૭૦-૮૦ પુસ્તકોનું પ્રકાશન થયું છે. તાજેતરના કાર્યમાં જૈન ગણિત, ભગવાન મહાવીરના નિર્વાણ સ્થળની મુલાકાત, અનેકાન્તવાદનું પ્રાયોગિક અમલીકરણ વગેરેનો સમાવેશ થાય છે. ૧૦૦ થી વધુ ક્ષેત્રોમાં જૈનોનું પ્રદાન અને વિકાસના બહુવિધ ગ્રંથોના પ્રકાશનનું કામ હાથ ધરાયું છે. વધુમાં ઇટલીની ટુરીન યુનિવર્સિટીમાં પણ જૈન સેન્ટર સ્થાપિત કરાયું છે. આ અહેવાલ જોતા સ્પષ્ટ થાય છે કે ૨૧મી સદી જૈન શિક્ષણની હશે જેની આ શરૂઆત છે. (અહેવાલ ડો.સુલેખ જૈનની પ્રેસ નોંધના આધારે)
વધુ વિગત માટે વીઝીટ કરો વેબસાઇટ: www.arihantainstitute.org


comments powered by Disqus