અમેરિકાએ પાકિસ્તાન સમર્થિત TRFને આતંકવાદી સંગઠન જાહેર કર્યું

Wednesday 23rd July 2025 06:36 EDT
 
 

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાએ પાકિસ્તાન સમર્થિત ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ને વિદેશી આતંકી સંગઠન (FTO) અને ખાસ નિયુક્ત વૈશ્વિક આતંકવાદી (SDGT)ની યાદીમાં મૂક્યું છે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ શુક્રવારે એક નિવેદનમાં આ માહિતી આપી.
માર્કો રુબિયોએ કહ્યું કે, ‘લશ્કર-એ-તોઇબા (LeT)ના મોરચા અને પ્રોક્સી TRFએ 22 એપ્રિલ, 2025ના રોજ ભારતના પહલગામમાં થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી હતી, જેમાં 26 નાગરિક માર્યા ગયા હતા. 2008ના મુંબઈ હુમલા પછી ભારતમાં નાગરિકો પર લશ્કરનો આ સૌથી ઘાતક હુમલો હતો.’
આતંકવાદ માટે ઝીરો ટોલરન્સઃ જયશંકર
ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પર લખ્યું, ભારત-અમેરિકાના આતંકવાદ વિરોધી સહયોગની પુષ્ટિ થઈ છે. TRF (લશ્કર-એ-તોઇબાનું પ્રોક્સી સંગઠન)ને વિદેશી આતંકી સંગઠન (FTO) અને ખાસ નિયુક્ત વૈશ્વિક આતંકવાદી (SDGT) જાહેર કરવા બદલ વિદેશ સચિવ માર્કો રુબિયોનો આભાર. TRFએ 22 એપ્રિલે પહલગામ હુમલાની જવાબદારી લીધી હતી. આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ.
TRFએ ભારતીય સુરક્ષાદળો પરના અનેક હુમલાની જવાબદારી પણ સ્વીકારી છે, જેમાં 2024નો હુમલો પણ સામેલ છે. અમેરિકન સરકારનો આ નિર્ણય રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા પહલગામ હુમલા માટે ન્યાય મેળવવાની હાકલ છે.


comments powered by Disqus