ઇસ્લામાબાદઃ અફઘાનીઓને ઈરાનમાંથી જે રીતે કાઢવામાં આવી રહ્યા છે તે જોતાં લાખો અફઘાનીઓએ ફરીથી તેમના જ દેશની અંદર શરણાર્થીની જેમ જીવવાના દિવસ આવી શકે છે. તેનું કારણ એ છે કે વર્તમાન શાસક તાલિબાન પાસે તેમને રાહત આપવા માટે કશું જ નથી.
આ વર્ષે લગભગ 14 લાખ અફઘાનીઓને ઇરાન અને પાકિસ્તાનથી પરાણે પરત ધકેલવામાં આવ્યા છે. એકલા ઇરાનથી 10 લાખથી વધુ અફઘાનીને પરત મોકલાયા છે. પાકિસ્તાનથી પણ મોટાપાયે હકાલપટ્ટી કરાઈ રહી છે. 2023માં ઈરાન અને પાકિસ્તાને તેમને ત્યાં મોટાપાયે રહેતા ગેરકાયદે અફઘાનીના હકાલપટ્ટીનો કાર્યક્રમ શરૂ કર્યો હતો. ઈરાન ચાલુ વર્ષના અંત સુધીમાં કુલ 25 લાખ અફઘાનીને હાંકી કાઢવાનું આયોજન ધરાવે છે. જ્યારે પાકિસ્તાન પણ આ જ દિશામાં આગળ વધી રહ્યું છે.