ઢાકાઃ સોમવારે બાંગ્લાદેશના ઢાકામાં માઇલસ્ટોન સ્કૂલ એન્ડ કોલેજ કેમ્પસમાં વાયુસેનાનું ટ્રેનર વિમાન F-7 BGI ક્રેશ થતાં 27 લોકોનાં મોત થયાં હતાં. આ અકસ્માત બપોરે 1 વાગ્યાની આસપાસ થયો હતો. ઉલ્લેખનીય છે કે ક્રેશ થયેલું આ ટ્રેનર પ્લેન ચાઇનીસ બનાવટનું હતું.
બાંગ્લાદેશી સેનાએ જણાવ્યું હતું કે, આ અકસ્માત ટેકનિકલ ખામીના કારણે થયો હતો. પાઇલટે વિમાનને વસ્તીથી દૂર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે શાળા સાથે અથડાયું હતું. આ અંગે વાયુસેનાએ ઉચ્ચસ્તરીય તપાસ શરૂ કરી છે. અકસ્માતમાં માર્યા ગયેલાઓમાં 25 વિદ્યાર્થી, 1 શિક્ષક અને પાઇલટનો સમાવેશ થાય છે. અન્ય એક મૃતક વિશે હજુ સુધી માહિતી ઉપલબ્ધ નથી.