અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એશિયા-પેસિફિક ઈકોનોમિક કોઓપરેશન સમિટ માટે જતાં પહેલા ચીનની મુલાકાત લઈને જિનપિગને મળી શકે છે. એશિયાપેસિફિક ઈકોનોમિક કોઓપરેશન સમિટ 30 ઓક્ટોબરથી પહેલી નવેમ્બર દરમિયાન યોજાશે.
• મસૂદ અઝહર PoKમાં જાહેરમાં ફરતો જોવા મળ્યોઃ આતંક ફેલાવનાર પાકિસ્તાનના કબજાયુક્ત કાશ્મીર (પીઓકે) બાલ્ટિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદનો પ્રમુખ આતંકવાદી મસૂદ અઝહર જાહેરમાં જોવા મળ્યો છે. આ વિસ્તાર મસૂદ અઝહરના ગઢ ગણાતા બહાવલપુરથી હજાર કિલોમીટર દૂર છે.
• થાઇલેન્ડમાં ભિક્ષુઓને સેક્સટોર્શનમાં ફસાવાયાઃ થાઇલેન્ડમાં બૌદ્ધ ધર્મનાં મઠોમાં સેક્સટોર્શનના કિસ્સા સામે આવ્યા છે. એક મહિલા પર 9 ભિક્ષુને પ્રેમજાળમાં ફસાવી તેમની અંતરંગ પળોને રેકોર્ડ કરી ખંડણી વસૂલવાનો આરોપ છે.
• સીરિયા-ઇઝરાયલ વચ્ચે યુદ્વવિરામની જાહેરાતઃ સીરિયા અને ઇઝરાયલ શનિવારે યુદ્ધવિરામ પર સંમત થયા. સ્વેદા પ્રાંતમાં ડ્રુઝ અને બેદુઈન સમુદાયો વચ્ચે અથડામણો બાદ આ નિર્ણય લેવાયો, જેમાં 600 થી વધુ લોકો માર્યા ગયા હતા.
• નેપાળના પીએમને ભારત આવવાનું આમંત્રણઃ નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીને ભારતે 16 સપ્ટેમ્બરથી બે દિવસની મુલાકાત માટે આમંત્રણ આપ્યું. વિદેશ મંત્રાલય અને પીએમઓએ આ મુલાકાતની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
• 280 મુસાફરોથી ભરેલા જહાજમાં આગઃ ઈન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી પ્રાંત નજીક સમુદ્રમાં એક પેસેન્જર જહાજમાં આગ લાગવાથી 5 લોકોના મોત થયા છે. અકસ્માત સમયે જહાજમાં 280 મુસાફરો હતા.
• ઝેલેન્સ્કી રશિયા સાથે ફટી વાટાઘાટ માટે તૈયારઃ રશિયા સાથે શાંતિમંત્રણા કરવા યુક્રેને પ્રસ્તાવ મૂક્યો છે. ઝેલેન્સ્કીએ દેશને સંબોધીને કરેલાં ટીવી સંબોધનમાં પણ આ અંગેની માહિતી આપી હતી.
• બાંગ્લાદેશમાં સત્યજિત રેની સંપત્તિ બચી જશેઃ ભારત સરકારના વિરોધ બાદ બાંગ્લાદેશ સરકારે સત્યજિત રેના પૈતૃક આવાસ પર ડિમોલિશન કામગીરીને અટકાવી દીધી છે.
• BLAનો પાક. સેનાની બસ પર હુમલોઃ બલૂચ લિબરેશન આર્મી (BLA)એ પાકિસ્તાની સૈનિકોને લઈને કરાચીથી ક્વેટા જતી બસને આઈઈડી વિસ્ફોટથી ઉડાવી દીધી, જેમાં પાકિસ્તાની સેનાના 29 સૈનિકોનાં મોત થયાં હતા. એક અન્ય હુમલામાં પાકિસ્તાની સેનાના બે જવાનોના મોત થયાં હતાં.
• ઇરાકના શોપિંગ મોલમાં આગથી 61નાં મોતઃ ઈરાકના અલ-કુટ શહેરમાં આવેલા હાયપર માર્કેટમાં એકાએક ભયાવહ આગ ફાટી નીકળતાં 61થી વધુ લોકો ભડથું થઈ ગયા છે. સવારે હાયપર માર્કેટ ખુલ્યા બાદ થોડી ક્ષણોમાં જ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું.
• પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિ શાસનની અટકળોઃ પાકિસ્તાનમાં ઉચ્ચસ્તરીય બેઠકોનો દોર વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે પુષ્ટિ કરી છે કે રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી રાજીનામું આપી શકે છે.
• ભારત લદ્દાખમાં નવો રસ્તો બનાવશેઃ ભારતે વ્યૂહાત્મકરૂપે દેપસાંગ મેદાનો અને દોલત બેગ ઓલ્ડી સુધી નવો રસ્તો બનાવવા તૈયારી કરી છે. આ રસ્તો બનતાં સૈન્યને ડીબીઓ સેક્ટર સુધી પહોંચવા માટે બે રસ્તા થઈ જશે

