નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકર સોમવારે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોને મળ્યા હતા અને હાલની ચિંતાને લગતાં અનેક દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદા પર ચર્ચા કરી હતી. યુએનજીએના 80મા સેશનમાં ભાગ લેવા અમેરિકા પહોંચેલા જયશંકર અને રૂબિયો વચ્ચે લોટ્ટે ન્યૂયોર્ક પેલેસ ખાતે વાતચીત થઈ હતી. બંનેે દેશો વચ્ચે વેપાર સંબંધિત હાલની તંગદિલી જોતાં આ મુલાકાત મહત્ત્વની મનાય છે.
જયશંકરે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, અગ્રિમ ક્ષેત્રો પર પ્રગતિ સાધવા સંમતિ સધાઈ છે. કેન્દ્રીય વાણિજ્ય-ઉદ્યોગમંત્રી પિયૂષ ગોયલની આગેવાનીમાં એક પ્રતિનિધિમંડળ પણ અમેરિકા પહોંચ્યું છે અને તે પણ પરસ્પર વેપાર સહિતના અનેક મુદા પર ચર્ચા કરશે.

