ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની સેનાએ ફરી એકવાર મોટી ભૂલ કરી છે. પાકિસ્તાની વાયુસેના દ્વારા તેના જ દેશમાં એરસ્ટ્રાઇક કરી દેવામાં આવી. પાકિસ્તાન વાયુસેનાએ પશ્તુન નાગરિકો પર હવાઈ હુમલા કર્યા છે, જેમાં મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને યુવાનો સહિત 30 લોકોનાં મૃત્યુ થયાં છે
પાકિસ્તાની સેનાએ પોતાના જ પશ્તુન નાગરિકો પર હવાઈ હુમલા કર્યા છે. અહેવાલ અનુસાર લગભગ 2 વાગ્યે પાકિસ્તાની વાયુસેનાએ ખૈબર પખ્તુનખ્વાં પ્રાંતની તિરાહ ખીણમાં માટ્રેદારા ગામ પર ચીન બનાવટના JF-17 ફાઇટર જેટથી 8 LS-6 બોમ્બ ફેંક્યા હતા, જેમાં 30થી વધુ નિર્દોષ નાગરિકો માર્યા ગયા. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાની એરસ્ટ્રાઇકમાં બાંબારી ગામનો મોટો ભાગ નાશ પામ્યો છે.

