‘પરણેલાની પૂંછડી વાંકી’ એટલે હાસ્યનું હલ્લાબોલ

Wednesday 25th June 2025 06:49 EDT
 
 

બ્રિટનવાસી ગુજરાતીઓ માટે એક એકથી ચઢિયાતા નાટકો લઇ આવતા પંકજ સોઢાનું ગેલેક્સી શો ગ્રૂપ આ વખતે હાસ્યનો પટારો લઇને આવ્યું છે. નાટકનું નામ છે ‘પરણેલાની પૂંછડી વાંકી’. મિત્રો, કહેવાય છે કે દરેક પરણેલાની એક ડ્રીમગર્લ હોય છે જ. અને એ ડ્રીમગર્લ તમારી બાજુમાં જ રહેવા આવી જાય તો શું થાય? દરેક પુરુષ હંમેશા રોમાન્ટિક રહેવા ઇચ્છતો હોય છે અને દરેક પત્નીને આ જ વાતનો વાંધો હોય છે કે તેનો પતિ ડ્રીમગર્લનાં સપનાં જૂએ છે. આ નાટકના હીરો રસિક મોદી સાથે પણ આવું જ થાય છે. એના સપનાંની રાણી એની પડોશમાં જ રહેવા આવી પહોંચે છે અને શરૂ થાય છે હાસ્યનું હલ્લાબોલ. નાટકના એક એક ડાયલોગ એવા ચોટદાર છે કે ઓડિયન્સને ખડખડાટ હસવા માટે મજબુર કરી દે છે. અને છેલ્લે એ રોમાન્સના રસિયા પતિદેવને સમજાય છે કે પત્ની એ આખરે પત્ની છે જે એને દરેક સુખદુઃખમાં સાથ આપે છે. જીવનસાથીના મહત્ત્વને બહુ જ સરસ રીતે હસતાં - હસાવતાં સમજાવે છે આ નાટક ‘પરણેલાની પૂંછડી વાંકી’. નાટકમાં રસિક મોદીની મુખ્ય ભૂમિકા
પીઢ કલાકાર રીતેશ મોભે ભજવી છે. આ ઉપરાંત તેમની સાથે જીનલ રાવલ, નીરવ મશરુવાલા, વિપુલ ઠક્કર અને હેતલ ગાલા નાટકમાં મહત્ત્વની ભૂમિકામાં ચમકે છે.
આ નાટકના લંડન, લેસ્ટર અને વેલિંગબરોમાંથી તો અત્યારથી જ કુલ 11 શો બુક થઇ ગયા છે. વધુ વિગત માટે સંપર્કઃ પંકજ સોઢા ફોનઃ 07985 222 186 અને અન્ય માહિતી માટે જુઓ જાહેરાત પાન-7


comments powered by Disqus