અક્રમ વિજ્ઞાન ખોલે અનંત સુખના દ્વાર!

Wednesday 26th March 2025 06:15 EDT
 
 

'જે સુખ હું પામ્યો એ સુખ આખું જગત પામો' - પરમ પૂજ્ય દાદા ભગવાન
કુદરતી પ્રગટેલું અક્રમ વિજ્ઞાન

જગતને અક્રમ વિજ્ઞાનના માર્ગની ઓળખાણ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીએ આપી કે જેઓ 'દાદા ભગવાન' તરીકે પણ ઓળખાય છે. તેમનું નામ અંબાલાલ મૂળજીભાઈ પટેલ હતું. પરમ પૂજ્ય દાદાશ્રી જૂન ૧૯૫૮ની સમી સાંજે રેલ્વે સ્ટેશનમાં બાકડા પર બેઠા હતા, ત્યારે એક કલાકમાં તેમને વિશ્વદર્શન લાધ્યું, જગતની વાસ્તવિકતાઓ અનુભવમાં આવી, આત્માનો સંપૂર્ણ અનુભવ થયો અને હું કોણ છું? ભગવાન કોણ? જગત કેવી રીતે ચાલે છે? કર્મ શું? મુકિત શું? એવા તમામ આધ્યાત્મિક પ્રશ્નોના ફોડ પડ્યા.તે સાંજે બનેલી અસાધારણ ઘટનામાં એક સંશોધકનું, સંપૂર્ણ આત્મજ્ઞાની પુરુષમાં રૂપાંતર થયું. કુદરતી રીતેજ અપૂર્વ એવા અક્રમવિજ્ઞાનનું પ્રાગટ્ય થયું.

જગત કલ્યાણનું મિશન

પરમ પૂજ્ય દાદાશ્રી લોકોનાં દુઃખો જોઈ શકતા ન હતા. તેમને દર્શનમાં દેખાતું હતું કે જે દૃષ્ટિ એમને પ્રાપ્ત થઇ હતી તે આ બધાને દુઃખોમાંથી છોડાવશે અને મુકિત આપશે. જ્ઞાન પ્રાપ્ત થયા પછી તેમની એક જ ભાવના હતી, કે જે સુખ હું પામ્યો તે આખું જગત પામો. એ ભાવનાનાં ફળસ્વરૂપે તેઓશ્રીએ અક્રમ વિજ્ઞાનની અમૂલ્ય ભેટ આ જગતને આપી છે અને લાખો મુમુક્ષુઓએ આ વિજ્ઞાનનો જ્ઞાનવિધિના અદભુત પ્રયોગ દ્વારા વિશ્વભરમાં લાભ લીધો છે.
અક્રમ વિજ્ઞાનની પ્રત્યક્ષ લીંક
પરમ પૂજ્ય દાદાશ્રીએ, પૂજ્ય નીરુમા અને પૂજ્ય દીપકભાઈને સત્સંગ અને જ્ઞાનવિધિ કરવા માટે સિદ્ધિ આપી હતી. હાલમાં, આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈ પ્રશ્નોત્તરી સત્સંગ અને જ્ઞાનવિધિ દ્વારા આ આધ્યાત્મિક માર્ગ દેશ-વિદેશમાં અવિરતપણે પહોંચાડી રહ્યા છે અને ઘણાં લોકોનાં જીવનમાં શાંતિ અને પરમ સુખનું નિમિત્ત બની રહ્યા છે.

જ્ઞાનવિધિ ના અનુભવો

મને લાગ્યું કે આ જગતનું કંઈપણ મને અડી શકતું નથી જ્ઞાનવિધિ પછી ઘરે પહોંચ્યો ત્યારે મને ખાવું, સૂવું કે બીજું કંઈ કરવાની ઈચ્છા ન થઇ. મને લાગ્યું કે હું પાર્થથી જુદો હતો અને હું શુદ્ધાત્મા હતો. મને લાગ્યું કે આ જગતનું કશું જ મને સ્પર્શતું ન હતું; હું આ બધી સાંસારિક ચીજો થી અળગો હતો. મને અંતર શાંતિ લાગી, મને મનમાં થયું કે આ જ મુક્તિ હોવી જોઈએ. - પાર્થ, USA

ઘરમાં સુમેળ અને નિર્ભયતાનો અનુભવ

જ્ઞાન પછી મારું જીવન ઘણું ઘણું સારું થયું છે. ઘરમાં સુમેળ છે અને હું નિર્ભયતાનો અનુભવ કરું છું જે પહેલાં ન હતો. હું પ્રાર્થના કરું છું કે બધાને આ જ્ઞાન મળે અને બધા પરમ સુખથી રહે. મારો બે વર્ષનો પુત્ર બોલે છે, "પ્રાપ્ત મન, વચન, કાયાથી આ જગતના કોઈપણ જીવને કિંચિતમાત્ર પણ દુઃખ ન હો". તેને જોતાં મને સ્પષ્ટ થાય છે કે તેની અંદરની શુદ્ધતાએ ખરી રીતે દાદાને ઓળખ્યા છે. મને આવું જ્ઞાન મળવા બદલ ધન્યતા અનુભવું છું. દાદા તમે ખરેખર મહાન છો, આખું જગત તમારું જ્ઞાન મેળવે. - અનિતા, UK

યુકેમાં આત્મજ્ઞાન પ્રાપ્તિનાં અમૂલ્ય
અવસરમાં આપને ભાવભર્યું આમંત્રણ!

આ એપ્રિલમાં પૂજ્ય દિપકભાઈ દેસાઈ યુ.કે.માં પધારી રહ્યા છે. લંડનમાં તથા લેસ્ટરમાં તેઓશ્રીના જ્ઞાનવિધિ અને પ્રશ્નોત્તરી સત્સંગના કાર્યક્રમનું આયોજન વિના મુલ્યે કરવામાં આવ્યું છે. યુ.કે.ના મુમુક્ષુઓ માટે આત્મસાક્ષાત્કાર પામવાનો અને જીવનવ્યવહારમાં ઉદ્ભવતી અનેક સમસ્યાઓનો સચોટ વૈજ્ઞાનિક ઉકેલ મેળવવાનો અમૂલ્ય અવસર આવ્યો છે.
એવું કહેવાયછે કે “મોક્ષ અતિ અતિ સુલભ છે પણ ‘જ્ઞાની પુરુષ’નો ભેટો થવો અતિ અતિ દુર્લભ છે." એવા 'આત્મજ્ઞાની' પૂજ્ય દિપકભાઈ જયારે યુ.કે. માં પધારી રહ્યા છે ત્યારે પરમ આનંદના (મોક્ષનાં) અનુભવ માટે તેઓશ્રી દ્વારા અપાતી જ્ઞાનવિધિમાં ભાગ લઈને, આ અક્રમવિજ્ઞાનનો સાંધો મેળવી અનંત અવતારનું કામ કાઢી લેવા જેવું છે.

ઇવેન્ટની તારીખો અને સ્થાનો:

Friday 4th to Sunday 6th, April - Leicester
Friday 11th to Monday 14th, April - London

આ ઇવેન્ટમાં હાજરી આપવા માટે
કોઈ ફી નથી – આપનું સ્વાગત છે!

વિગતો માટે, આજે જ અમારો સંપર્ક કરો!
0330 111 3232
[email protected]

• પૂજ્ય દીપકભાઈના સત્સંગ અને જ્ઞાનવિધિમાં જોડાઓ અને વધુ સંતુલિત, શાંતિપૂર્ણ જીવન તરફ પ્રથમ પગલું ભરો!
• આત્મ-સાક્ષાત્કારનો અનુભવ અને કાયમી સુખની
ઊંડી અનુભૂતિની શોધ કરવાની આ અમૂલ્ય તક ચૂકશો નહીં.

હૃદય સ્પર્શી અનુભવ સાંભળવા, વધુ માહિતી મેળવવા, અને રજીસ્ટ્રેશન માટે QR code સ્કેન કરો અથવા
અહીં આપેલી લિંકનો ઉપયોગ કરો: dbfuk.org/akramscience


comments powered by Disqus