નવી દિલ્હીઃ બ્રિટનમાં રહેતી મૂળ અરુણાચલપ્રદેશની મહિલા પેમ વાંગજોમે આરોપ લગાવ્યો છે કે, ચીનના શાંઘાઈ એરપોર્ટ પર ચીની ઇમિગ્રેશન અધિકારીઓએ અરુણાચલને જંગનાન ગણાવી પાસપોર્ટ અંગે કલાકો તેને રોકી રાખી હેરાન કરી હતી. જે અંગે MEAએ ચીનને જવાબ આપતાં કહ્યું કે, વારંવાર કહેતાં સત્ય નહીં બદલાય.

