દુબઈ એર-શોમાં ભારતીય તેજસ ફાઇટર જેટ ક્રેશઃ પાઇલટનું મોત

Wednesday 26th November 2025 08:01 EST
 
 

નવી દિલ્હીઃ દુબઈ એર-શોમાં શુક્રવારે ભારતીય ફાઇટર જેટ ‘તેજસ’ દુર્ઘટનાનો શિકાર બન્યું. સ્થાનિક સમય અનુસાર બપોરે 2:10 વાગ્યે એરિયલ ડિસ્પ્લેની ડેમો ફ્લાઇટ દરમિયાન તેજસ માર્ક-1 વિમાન ટેકઓફ બાદ તરત બેકાબૂ થઈને ક્રેશ થયું હતું. દુબઈના અલ મક્તમ ઇન્ટરનેશનલ એરપોર્ટ સ્થિત દુબઈ વર્લ્ડ સેન્ટ્રલ ખાતે સર્જાયેલી આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર હિમાચલપ્રદેશના કાંગડાના પાઇલટ વિંગ કમાન્ડર નમાંશ સ્યાલનું મોત થયું હતું. વિમાન જમીન સાથે ટકરાતાં જ પ્રચંડ વિસ્ફોટ સાથે સળગી ઊઠ્યું હતું અને પાઇલટને બહાર નીકળવા કે કૂદવા માટે સમય જ મળ્યો નહોતો.


comments powered by Disqus