બંદર અબ્બાસઃ ઇરાનના પોર્ટ અબ્બાસ શહેરના શાહીદ રાજેઈ પોર્ટ પર શનિવારે ભીષણ વિસ્ફોટ થયો હતો. આ જોરદાર વિસ્ફોટના કારણે અંદાજે 40 લોકોનાં મોત થયાં છે, જ્યારે 700 લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ એવા સમયે થયો જ્યારે અમેરિકા અને ઇરાન શનિવારે ઓમાનમાં ત્રીજા તબક્કાની પરમાણુ વાતચીત કરી રહ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા અને પોર્ટની કામગીરી તાત્કાલિક રોકી દેવાઈ હતી.
વિસ્ફોટ એટલો મોટો હતો કે ઘણા કિ.મી.ના વિસ્તારમાં ઇમારતોના કાચ ફૂટી ગયા હતા. દૂર જો કે વિસ્ફોટથી અહીંની પેટ્રોલિયમ રિફાઇનરીની ઓઇલ ફેસિલિટીને અસર થઈ નથી, પરંતુ વાહનોને ઘણુ નુકસાન પહોંચ્યું છે.