લંડનઃ ખ્રિસ્તી ધર્મના રોમન કેથોલિક સંપ્રદાયના વડા એવા પોપની પસંદગી માટેનું સંમેલન 7 મેથી શરૂ થશે, જેમાં મતદાનના આધારે નવા પોપની પસંદગી કરાશે. ગયા અઠવાડિયે પોપ ફ્રાન્સીસનું 88 વર્ષની વયે અવસાન થતાં રોમન કેથોલિક ચર્ચના નવા વડાની પસંદગી કરવી જરૂરી બની છે. પોપની પસંદગી માટે કોન્ફલેવમાં કાર્ડિનલ્સ એટલે કે પાદરીઓની કાઉન્સિલના સભ્યો મતદાન કરશે.