આહવાઃ ડાંગ જિલ્લાનાં ગામોમાં શુક્રવારે મધ્યરાત્રી દરમિયાન અચાનક માવઠું તૂટી પડ્યું હતું. સાપુતારા નજીકના શામગહાન, ગલકુંડ, માલેગામ, જોગબારી, ગુંદિયા, સોનુનિયા, કોટમદર, જાખાના, હુંબાપાડા સહિત સરહદીય ગામોમાં પણ માવઠું પડ્યું હતું.જેનાછી ઉનાળુ પાક ડુંગળી, લસણ તેમજ કેરીના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં વર્તાઈ હતી. ચીખલીમાં પણ શુક્રવારે માવઠાથી માર્ગો ભીંજાયા હતા. આ સાથે ખેડૂતોમાં ખુલ્લામાં રાખેલા અનાજના કટ્ટા બચાવવા દોડધામ થઈ હતી.