બેઇજિંગઃ અમેરિકાએ ભારત પર ઊંચા ટેરિફ લગાવ્યા પછી ભારત-ચીન એકબીજાની નજીક આવી રહ્યા છે. આ દરમિયાન ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, વાંગ યીની ભારતયાત્રા દરમિયાન બંને દેશ સરહદ સંચાલન કરવાને લઈને સર્વસંમતિ પર પહોંચ્યા છે. યાત્રા દરમિયાન બંને પક્ષોએ ફરીથી વાતચીત કરવી, સહયોગ વધારવો અને વૈશ્વિક પડકારોનો સાથે મળી સામનો કરવા પર સહમતી વ્યક્ત કરી છે. ચીને કહ્યું કે, તાજેતરમાં તેમના વિદેશમંત્રી વાંગ યીની ભારતયાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે સરહદોનું સામાન્ય રીતે સંચાલન અને નિયંત્રણ કરવાને લઈ સહમતિ બની છે.

