ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના નિકટના સહયોગી અને વરિષ્ઠ પત્રકાર નઝમ શેઠીએ જ હવે પાકિસ્તાનના જૂથનો પર્દાફાશ કર્યો છે. તેમણે સ્વીકાર કર્યો હતો કે, ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના અનેક મહત્ત્વપૂર્ણ વાયુસેનાના એરબેઝને ઉડાવી દીધાં હતાં, એટલું જ નહીં આતંકવાદી ઠેકાણાંને પણ અચૂક મિસાઇલ હુમલાથી ઉડાવી દીધાં હતાં. નઝમનું આ નિવેદન પાકિસ્તાનના સત્તાવાર નિવેદન કરતાં એકદમ અલગ છે, કેમ કે પાકિસ્તાને સત્તાવાર નિવેદનમાં ભારતના હુમલાને નીચો આંકવાનો પ્રયાસ કર્યો હતો. વરિષ્ઠ રાજકીય વિશ્લેષક અને પંજાબ પ્રાંતના પૂર્વ કાર્યવાહક મુખ્યમંત્રી નઝમ શેઠીએ પાકિસ્તાનની ટીવી ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતે આ હુમલામાં પોતાની મિસાઇલ ટેક્નોલોજી અને સટિકતાનું પ્રદર્શન કર્યું હતું.

