હેનોઈઃ આજકાલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મૈક્રોનો એક રસપ્રદ વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. તેઓ વિયેતનામની રાજધાની હેનોઈ ખાતે રાજકીય મુલાકાતે પહોંચ્યા તે પહેલાં વિમાનમાંથી ઉતરતી વખતે મૈક્રોનને તેમનાં પત્ની બ્રિગિટ દ્વારા થપ્પડ મારવામાં આવી હતી. અચાનક થયેલા આ હુમલાથી મૈક્રોન ડઘાઈ ગયા હતા.
જો કે તેમણે તરત પોતાની જાતને સંભાળી લીધી હતી અને નીચે સ્વાગત માટે ઊભેલા મહાનુભાવો તરફ તેમનો હાથ હલાવીને બધું જાણે બરાબર હોય તેમ સ્વસ્થ હોવાનો ડોળ કર્યો હતો. વીડિયોમાં મૈક્રોનનાં પત્ની તેમના પતિને ચહેરાને હાથથી ધકેલતા હોય કે થપ્પડ મારી રહ્યાં હોય તેવું દૃશ્ય ઝીલાઈ ગયું હતું.