સિગ્મા ઓવરસીઝ કોન્ફરન્સ વાર્ષિક ઈવેન્ટ છે જેની આતુરતાપૂર્વક રાહ જોવાય છે. આ વર્ષે આઝરબૈજાનના બાકુ ખાતે યોજાયેલી કોન્ફરન્સમાં યુકેના આઝરબૈજાનસ્થિત એમ્બેસેડર ફર્ગસ ઔલ્ડ OBEએ ત્રણ દિવસીય ઈવેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. વોટફર્ડના સાંસદ મેટ તુર્મેઈન હાજર રહી શક્યા ન હતા પરંતુ, વર્ચ્યુઅલ હાજરી સાથે યુકેના વડાપ્રધાન સર કેર સ્ટાર્મરનો સંદેશો વાંચી સંભળાવ્યો હતો.
વડાપ્રધાન સ્ટાર્મરે સરકાર ખરાબ હાલતમાં આવી ગયેલી NHSની સ્થિતિ સુધારવા ફાર્માસિસ્ટ્સના ક્લિનિકલ નિષ્ણાત કૌશલ્યનો ઉપયોગ કરવા કૃતનિશ્ચયી હોવાનું જણાવ્યું હતું. તેમણે જાન્યુઆરી 2024માં ઈંગ્લેન્ડમાં લોન્ચ કરાયેલી ધ ફાર્મસી ફર્સ્ટ સ્કીમ તેમજ કોમ્યુનિટી ફાર્મસી કોન્ટ્રાક્ટ ફ્રેમવર્કને 3.073 બિલિયન પાઉન્ડ સુધી લઈ જવા વિશે જણાવ્યું હતું.
ત્રણ દિવસીય ઈવેન્ટમાં વિવિધ વક્તાઓેએ તાજેતરના ઘટનાક્રમોની માહિતી આપવા સાથે સેક્ટર વિશે સઘન સમજ પૂરી પાડી હતી. કોમ્યુનિટી ફાર્મસી ઈંગ્લેન્ડ ખાતે સર્વિસીસના ડાયરેક્ટર એલિસ્ટર બક્સટને 3.073 બિલિયન પાઉન્ડના સરકારી ભંડોળના વચનની જાહેરાત કરી હતી. નેશનલ ફાર્મસી એસોસિયેશનના નવા અધ્યક્ષ અને પ્રેક્ટિસ કરતા ફાર્મસિસ્ટ ઓલિવર પિકાર્ડે લોકલ કોમ્યુનિટી ફાર્મસી વિશે જાણકારી આપવા સાથે જણાવ્યું હતું કે ભંડોળની ખાઈ મોટી હોવાં છતાં, ફાર્મસી કોમ્યુનિટીના અનિવાર્ય અંગ તરીકે દેખાય છે.
સાઉથ ઈસ્ટ લંડન ઈન્ટિગ્રેટેડ કેર સર્વિસના હેલ્થ ઈનઈક્વાલિટિઝ એન્ડ પોપ્યુલેશન હેલ્થ મેનેજમેન્ટના ક્લિનિકલ વડા હેમંત પટેલે કોન્ફરન્સમાં એન્ટિ-ઈન્ફ્લેમેશન વિશે નવું પુસ્તક લોન્ચ કર્યું હતું. મેડિસિન્સ યુકે (અગાઉની BGMA)ના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક સેમ્યુઅલ્સે ગ્લોબલ મેડિસિન્સ કોમ્પિટિશનમાં પાછા નહિ પડવા બ્રિટનને અનુરોધ કર્યો હતો.
સિગ્માના ઈવેન્ટ્સમાં નિયમિત વક્તા અને નોર્થ ઈસ્ટ લંડન LPCના સીઈઓ શિલ્પા શાહે સતત બદલાતા રહેતા ફલકનો સામનો કરી રહેલ કોમ્યુનિટી ફાર્મસી કેવી રીતે કેટલાક પડકારોને ઝીલી શકે તેના વિશે જણાવ્યું હતું. તેમણે ફાર્મસીઓના વર્કફોર્સના કૌશલ્યના ઉપયોગ તેમજ NHS અને પ્રાઈવેટ સર્વિસીસનો મહત્તમ લાભ મેળવી શકાય તેના તરફ ધ્યાન આપવા ફાર્મસીઓને સલાહ આપી હતી. IQVIAના ઈન્ફોર્મેશન ઓફરિંગના સીનિયર ડાયરેક્ટર ક્રિસ પિલ્સબરીએ મહત્ત્વની આંકડાકીય માહિતી રજૂ કરી કોમ્યુનિટી ફાર્મસીના પરફોર્મન્સના પુરાવા અને કઈ તક વિશિષ્ટ છે તેના વિશે જણાવ્યું હતું. તેમણે ફાર્મસી કોન્ટ્રાક્ટર્સની સંખ્યામાં ગંભીર ઘટાડા તેમજ ડ્રગ્સ અને મેડિસિન્સમાં બ્રાન્ડેડ અથવા બાયોસિમિલર્સમાં નહિ પરંતુ, જેનરિક્સમાં ઘણી નવતર બાબતો થઈ રહી હોવાનું પણ જણાવ્યું હતું.
કોન્ફરન્સના બીજા દિવસે મહેન્દ્ર પટેલે ચાર દેશના ચીફ ફાર્માસ્યુટિકલ ઓફિસરનો પરિચય કરાવ્યો હતો તેમજ ફાર્મસીઓ સામનો કરી રહી છે તેવા ભય અને પડકારોની ચિંતા દૂર કરવા અન્ય પ્રતિષ્ઠિત પેનલિસ્ટ્સ સાથે ચર્ચા પણ કરી હતી. માએસ્ટ્રો કન્સલ્ટિંગના ટ્રેવર ગોરે અને હેમંત પટેલના અન્ય વર્કશોપમાં બિહેવિરિયલ એક્શન્સ અને ફાર્મસીઓ કેવી
રીતે અડીખમ રહી શકે તેની વાત કરાઈ હતી. હેમંત પટેલે NHS સર્વિસીસ પર વધુ પડતો મદાર રાખવા સંબંધિત મુદ્દાઓ ચર્ચ્યા હતા.
સિગ્માના મેનેજિંગ ડાયરેક્ટર રાજ હરીઆ અને કસ્ટમર સર્વિસના વડા દિપેશ વાજાએ સર્વિસ ડિલિવરી સંબંધે સિગ્માના અવિરત ધ્યાન અંગે કોન્ફરન્સને રજૂઆતો કરી હતી. નવા ERPના અમલ પછી તાજેતરના પડકારો હોવાં છતાં, સિગ્માની કસ્ટમર કેર સર્વિસ નવી ઊંચાઈ સર કરી રહી છે.
સિગ્માના મેનેજિંગ ડાયરેક્ટર રાજ હરીઆએ જણાવ્યું હતું કે, ‘આપણે જ્યારે નોંધપાત્ર પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે આ ખરેખર જકડી રાખનારી અને સમયસરની કોન્ફરન્સ હતી. નવા ઈનિશિયેટિવ્ઝ, આગામી કોન્ટ્રાક્ટ ફંડિંગ, સર્વિસીસ સાથે એકીકરણ અને ફાર્મસી પ્રેક્ટિસીસ અને પેશન્ટ કેરને વધારવાની વ્યૂહરચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની બાબત પ્રોત્સાહક છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે જ્ઞાનની સહભાગિતાએ પેશન્ટના આરોગ્ય વિશે વર્તમાન કામગીરીમાં કોમ્યુનિટી ફાર્મસીઓ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે તેના પર પ્રકાશ પાથર્યો હતો.’
સિગ્માના સીઈઓ હાતુલ શાહે જણાવ્યું હતું કે, ‘બાકુમાં સિગ્માની 15મી ઈન્ટરનેશનલ કોમ્યુનિટી ફાર્મસી કોન્ફરન્સનું અધ્યક્ષસ્થાન સંભાળવું ગૌરવની બાબત છે. કોન્ફરન્સની ચર્ચાઓમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ડેટાનું મહત્ત્વ, નવતર માર્કેટિંગ પદ્ધતિઓ, ક્લિનિકલ સર્વિસીસની તક અને બિહેવિયરલ સાયન્સના કારણે બિઝનેસ અને નેટવર્કિંગ સેશન્સમાં આપણા સેક્ટરના ભવિષ્યને આકાર આપતા ઈનોવેશન્સ, રેસિલન્સ અને કોલબરેશન્સને હાઈલાઈટ કરાયા હતા.’