26/11ના માસ્ટર માઈન્ડ આતંકી અબ્દુલ રહેમાન મક્કીનું મોત

Thursday 02nd January 2025 02:30 EST
 
 

નવી દિલ્હીઃ મુંબઈ 26/11 હુમલાના ગુનેગાર અને આતંકી સંગઠન લશ્કર-એ-તોઇબાના ડેપ્યુટી ચીફ અબ્દુલ રહેમાન મક્કીનું પાકિસ્તાનના લાહોરમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. 26/11ના મુંબઈ હુમલાનો ગુનેગાર અબ્દુલ રહેમાન મક્કી આતંકી હાફિઝ સઇદનો સંબંધી છે. અમેરિકાએ મક્કીને વૈશ્વિક આતંકી જાહેર કર્યો છે અને તે ભારતમાં વોન્ટેડ હતો. મક્કી લશ્કર-એ-તોઇબાના ટેરર ફન્ડિંગનું ધ્યાન રાખતો હતો. યુએનએસસી અને અલ કાયદાની પ્રતિબંધ સમિતિ હેઠળ મક્કીને વૈશ્વિક આતંકી જાહેર કર્યો હતો.


comments powered by Disqus