પ્રધાનમંત્રી મનમોહનસિંહનું સ્મારક બનાવવા અંગે કેન્દ્ર સરકારે સ્મારક બનાવવા માટે કેટલાંક સ્થળોના પરિવારને વિકલ્પ આપી પસંદગી કરવા જણાવ્યું છે, જેથી સ્મારકનું કાર્ય શરૂ થઈ શકે.
• ખેડૂતોને કેન્દ્ર સરકારની નવા વર્ષની ભેટઃ વર્ષ 2025ના પ્રથમ દિવસે જ કેન્દ્ર સરકારે કેબિનેટની બેઠકમાં ફર્ટિલાઇઝરમાં સિબસિડી આપવા સાથે પુનર્ગઠિત હવામાન આધારિત પાકવીમા યોજનાને 2025-26 સુધી ચાલુ રાખવા મંજૂરી આપી છે.
• UNSCનું સભ્ય બન્યું પાકિસ્તાનઃ નવા વર્ષના પ્રથમ દિવસે પાકિસ્તાન યુએનએસસીના અસ્થાયી સભ્યના રૂપમાં બે વર્ષનો કાર્યકાળ શરૂ કરી રહ્યું છે. આ યુએનએસસીમાં પાકિસ્તાનનો આઠમો કાર્યકાળ છે.
• સુનિતા વિલિયમ્સે અંતરીક્ષમાં 16 વાર ઊજવ્યું નવું વર્ષઃ અંતરીક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીઓએ ISS પર સવાર ક્રૂ મેમ્બર્સ સાથે નવા વર્ષની ઉજવણી કરી. એક્સપીડિશન 72 ક્રૂએ પૃથ્વીથી 400 કિ.મી. ઉપરથી 16 સૂર્યોદય અને સૂર્યાસ્ત જોયા.
• માલદિવ્સનો વિપક્ષ મોઇઝ્ઝુને હટાવવા માગતો હતોઃ ધ વોશિંગ્ટન પોસ્ટ મુજબ માલદિવ્સના વર્તમાન રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝ્ઝુને પદ પરથી હટાવવા માટે માલદિવ્સના વિપક્ષે ભારતની મદદ લીધી હતી. વિપક્ષ મોઇઝ્ઝુ સામે મહાભિયોગ લાવવાનો પ્લાન ઘડ્યો હતો, જેમાં ભારત પાસેથી આર્થિક મગાઈ હતી.
• યમનમાં ભારતીય નર્સને મૃત્યુદંડઃ યમનમાં કામ કરવા ગયેલાં ભારતનાં નર્સ નિમિષા પ્રિયાને હત્યાના કેસમાં મૃત્યુદંડની સજા અપાઈ છે. યમનના રાષ્ટ્રપતિએ આ સજાને મંજૂરી આપી દીધી છે. હવે ભારત સરકાર નિમિષાને મદદ માટે આગળ આવી છે.
• ઇથિયોપિયામાં જાનૈયા ભરેલી ટ્રક નદીમાં પડતાં 71નાં મોતઃ આફ્રિકન દેશ ઇથિયોપિયામાં જાનમાં જતા પ્રવાસીઓથી ખીચોખીચ ભરેલી એક ટ્રક પુલ પરથી નીચે નદીમાં ખાબકતાં 71 જાનૈયાનાં કરુણ મોત નીપજ્યાં હતાં.

