પતિ: તેં તો કહ્યું હતું કે જમવામાં બે વિકલ્પ છે, આ તો એક જ સબ્જી છે.
પત્ની: હા, બરાબર, મેં બે વિકલ્પ જ કહ્યા હતા. ખાવું હોય તો ખાઓ નહીં તો નહીં.
•••
બાળક માર ખાઇને ઘરેથી સ્કૂલે જતું હતું રસ્તામાં કોઇએ પુછ્યુછયુંઃ ‘બેટા સ્કૂલે જાય છે?
બાળક: ના, સ્કૂલ ડ્રેસ પહેરીને જાનમાં
જઉ છું.
•••
ચંગુ દવાની દુકાને ગયો અને માથાના દુખાવાની ગોળી માગી. કેમિસ્ટ (ધૂંધવાઈને): હવેથી માથાના દુખાવાની ગોળી લેવી હોય તો ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્સન લઈને આવજો, દર વખતે તમારા લગ્નની કંકોત્રી નહીં ચાલે!
•••
શિક્ષક: યુવાની અને ઘડપણ વચ્ચે શું ફરક હોય છે?
પપ્પુ: યુવાનીમાં મોબાઇલમાં યુવતીઓના નંબર હોય છે અને ઘડપણમાં ડોક્ટર્સના..!
•••
રમેશઃ બેટા, તમે શું કરો છો?
ચંગુ: હું પાઇલટ છું.
રમેશ: એમ? કઈ એરલાઇનમાં?
ચંગુ: અરે હું તો લગ્નપ્રસંગોમાં ડ્રોન
ઉડાવું છું!
•••
પિતા: ચંગુ આ ઇતિહાસમાં તારે આટલા ઓછા માર્ક કેમ છે?
ચંગુ: પપ્પા હું બધું કરી શકું પરંતુ ઇતિહાસ સાથે ચેડા નહીં કરું!
•••
મનિયાની આંખનું ઓપરેશન થયું.
પરિવારજનો: સાહેબ, તમે ઓપરેશન તો આંખનું કર્યુ છે તો પછી આ આંગળીઓ પર પ્લાસ્ટર કેમ?
ડોક્ટર: જેથી મોબાઇલ વાપરી ના શકે.
•••
પુત્ર: પપ્પા તમે અંધારાથી બીવો છો?
પિતા: ના, બેટા જરાય નહીં
પુત્રઃ તો વરસાદ, વીજળીથી?
પિતા: ના બેટા, એનાથી પણ નહીં
પુત્ર: તો તમે માત્ર મમ્મીથી જ બીવો
છો એમને!
•••
છોકરો: જાનુ તને મારી અંદર શું સારું લાગ્યું?
છોકરી: સમયની સાથે લોકો બદલાઈ જાય છે, પરંતુ તું નથી બદલાયો, એવો જ છે...
છોકરો: એમ? કઈ રીતે?
છોકરીઃ જો તું પહેલા પણ બેરોજગાર હતો અને આજે પણ બેરોજગાર જ છે!
•••
પત્નીઃ તમે લગ્ન પહેલાં તો બહુ મંદિર જતા હતા, હવે શું થયું?
પતિ: જ્યારથી લગ્ન થયા છે ત્યારથી ભગવાન પરથી ભરોસો ઊઠી ગયો છે.
•••
પતિ: આજે શાક સારું બન્યું નથી
પત્ની: ચુપચાપ ખાઈ લો. ફેસબુક પર 61 લોકોએ લાઇક કરી છે, 25 લોકોએ તો યમ્મી-યમ્મી કોમેન્ટ પણ કરી છે, તમારા જ નખરા છે!
•••

