વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રાન્ડેડ અથવા પેટન્ટ કરાયેલી દવાઓ પર 100 ટકા ટેરિફની જાહેરાત કરી છે. આ ટેરિફ 1 ઓક્ટોબરથી અમલમાં આવશે. આ ટેક્સ એવી કંપનીઓ પર લાગુ થશે નહીં, જે અમેરિકામાં પોતાના ફાર્માસ્યુટિકલ પ્લાન્ટ લગાવી રહી છે. ટ્રમ્પે ભારત પર 27 ઓગસ્ટથી જ 50 ટકા ટેરિફ લાદ્યો છે, જેથી અમેરિકામાં કપડાં, રત્નો, ઘરેણાં, ફર્નિચર અને સીફૂડ સહિત ભારતીય ઉત્પાદનોની નિકાસ વધુ મોંઘી થઈ છે.
આ અંગે ટ્રમ્પે કહ્યું, ‘1 ઓક્ટોબરથી અમે કોઈપણ બ્રાન્ડેડ-પેટન્ટ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ પર 100 ટકા ટેરિફ લાદીશું. કોઈ કંપની અમેરિકામાં તેમનો પ્લાન્ટ બનાવી રહી હોય તેવી ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ પર કોઈ ટેરિફ રહેશે નહીં.’

