જેન-ઝી આંદોલન બાદ ન્યાયિક આયોગે પૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી સહિત 5 પ્રમુખ વ્યક્તિને કાઠમંડુ છોડવાની મનાઈ કરી છે. આ સાથે તેમના પાસપોર્ટ પણ રદ કરી દેવાયા છે.
• દક્ષિણ કોરિયાનો ટ્રમ્પને આંચકોઃ દક્ષિણ કોરિયાએ અમેરિકાને આંચકો આપતાં 350 અબજ ડોલરનું રોકાણ કરવા ઇનકાર કર્યો છે. રિપોર્ટ્સ મુજબ અમેરિકામાં રોકાણ કરવાને લઈ દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચેની વાતચીત હવે મુશ્કેલ તબક્કામાં પહોંચી ગઈ છે.
• રશિયાની યુક્રેન પર ભીષણ એર સ્ટ્રાઇકઃ રશિયાએ રવિવારે યુક્રેન પર 595 ડ્રોન અને 48 મિસાઇલ્સ દ્વારા ભીષણ એર સ્ટ્રાઇક કરી. જે ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયાં હતાં. આ હુમલોાં પાટનગર કીવને ટાર્ગેટ બનાવી કરાયો હતો.
• ભારતે યુએનમાં શાહબાઝને લાદેન યાદ કરાવ્યોઃ શાહબાઝ શરીફે યુએનમાં ભારત સામે ફજેતીનો સામનો કરવો પડ્યો. શાહબાઝે ભારત અને હિન્દુત્વ પર પણ હુમલો કરતાં ભારતે ઓસામા બિન લાદેનની યાદ અપાવી તેને આતંકવાદના વેપારી કહ્યા હતા.
• UN કાર્યાલય બહાર યુનુસ સામે દેખાવઃ ન્યૂયોર્કના યુએન કાર્યાલય બહાર શુક્રવારે બાંગ્લાદેશી પ્રવાસીઓએ મોહંમદ યૂનુસ સામે વિરોધ કર્યો. 2024માં પુર્વ વડાપ્રધાન શેખ હસીનાએ પદ છોડયા પછી લઘુમતી પર અત્યાચાર વધ્યા છે. દેખાવકારોએ 'યૂનુસ પાકિસ્તાની છે. પાકિસ્તાન પાછા જાઓ'નો સુત્રોચ્ચાર કર્યો હતો.
• સાઉદી પાકિસ્તાનનાં પરમાણુ શસ્ત્રો વાપરી શકશેઃ પાક.ના સંરક્ષણમંત્રીએ જણાવ્યું કે, તેમનો પરમાણુ કાર્યક્રમ સાઉદી સાથેના સંરક્ષણ કરાર હેઠળ તેમને જરૂર પડશે ત્યારે ઉપલબ્ધ હશે. આ પગલું ઇસ્લામિક ન્યુક્લિયર અમ્બ્રેલા બનાવવામાં પ્રથમ પગલું મનાય છે.
• તોઇબાએ આતંકી કેમ્પો અફઘાન સરહદે ખસેડ્યાઃ ભારતના ઓપરેશન સિંદૂર બાદ આતંકીઓમાં ભારે ડર જોવા મળ્યો છે. જેને પગલે હવે આતંકીઓ પોતાના ટ્રેનિંગ સેન્ટર ભારતની સરહદથી હટાવી અફઘાનિસ્તાનની સરહદે સ્થાપિત કરી રહ્યા છે.
• જર્મની-યુરોપની ભારતીયોને લાલ જાજમઃ અમેરિકાએ H-1 B વિઝાની ફી વધારી છે. ટ્રમ્પ સરકાર દ્વારા II-1B વિઝા ફી વધારવા નિર્ણય લેવાયા પછી જર્મની અને યુરોપના દેશોએ ભારતના કુશળ કર્મચારીઓ માટે તેના દ્વાર ખુલ્લા મૂકી દીધા છે.

