ટ્રમ્પની ટેરિફ તલવારઃ કોને તારશે? કોને મારશે?

Wednesday 02nd April 2025 05:42 EDT
 
 

વોશિંગ્ટનઃ આખી દુનિયા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભણી નજર માંડીને બેઠી છે. અમેરિકાનું સુકાન સંભાળ્યું તે દિવસથી જ ટેરિફ મામલે ખાંડા ખખડાવી રહેલા ટ્રમ્પ અગાઉ જ જાહેરાત કરી ચૂક્યા છે કે બીજી એપ્રિલે તેઓ ટેરિફ અંગે એલાન કરશે. આથી સહુ કોઇને એ જાણવાની ઉત્કંઠા છે કે તેઓ ક્યા દેશની કઇ ચીજવસ્તુઓ પર કેટલો ટેરિફ લાદે છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ જેને અમેરિકાનો ‘લિબરેશન ડે’ ગણાવી ચૂક્યા છે તે બીજી એપ્રિલ નજીક આવતાં જ દુનિયાભરના શેરબજારોમાં કડાકો બોલી ગયો છે. વિશ્વના ટોચના અર્થશાસ્ત્રી એ વાતે ચિંતિત છે કે ટ્રમ્પનું ટેરિફ કાર્ડ વિશ્વમાં આર્થિક મોરચે તણાવ વધારી શકે છે.


    comments powered by Disqus