મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપે ભારે વિનાશ વેર્યાના કલાકોમાં જ બીએપીએસના કાર્યકરો જરૂરિયાતમંદોની વહારે પહોંચી ગયા હતા. સ્વયંસેવકોએ યુદ્ધના ધોરણે પગલાં લઈને બેંગકોકસ્થિત સ્વામિનારાયણ મંદિરે 70થી વધુ જરૂરતમંદો માટે ગરમાગરમ ભોજનની તેમજ મંદિરમાં કામચલાઉ આવાસની વ્યવસ્થા કરી હતી.