નવી દિલ્હીઃ બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહંમદ યુનુસ તાજેતરમાં ચીનના 4 દિવસના પ્રવાસેથી પાછા ફર્યા છે. તેમણે ચીન પ્રવાસ દરમિયાન વિવાદિત નિવેદન કરતાં કહ્યું કે, ભારતનાં 7 રાજ્ય લેન્ડલોક્ડ (જમીનથી ઘેરાયેલા) છે અને તેનો સમુદ્ર સાથે કશો સંપર્ક નથી, તેથી એ ક્ષેત્રમાં સમુદ્રનો ખરો સંરક્ષક તેમનો દેશ છે. આ હિસાબે તે ચીનને એ ક્ષેત્રમાં વિકાસ પરિયોજના સ્થાપવા આમંત્રિત કરે છે. અમે જ સમુદ્રના સંરક્ષક, ભારતને આનાથી લેવાદેવા નથી.