રવિવાર ૨૯ જુનના રોજ નવનાત વણિક એસોસિએશન ઓફ ધ યુ.કે. એ એમના સ્વયંસેવકોની સેવાની કદરરૂપે એક જમણનું આયોજન કર્યું હતું. જેમાં ૨૪૦ જેટલા વોલંટીયર્સ ઉપસ્થિત રહ્યાં હતાં. દર વર્ષે આ રીતે એક વખત આવા કાર્યક્રમનું આયોજન થાય છે. એમાં ખાસ કરીને કિચન કમિટીનો વિશેષ આભાર માનાવામાં આવે છે અને સન્માન કરવામાં આવે છે. તેઓ દર શુક્રવારે વડિલોને ગરમાગરમ, સ્વાદિષ્ટ ભોજન બનાવી પ્રેમથી જમાડે છે. જેના કન્વીનર શકુબહેન શેઠ છે. સાથે સાથે લાઇવ બોલીવુડ મ્યુઝીક, નાચ-ગાન સહિતના મનોરંજનથી એમનું અભિવાદન થાય છે. સેવાની કદરના કારણે જ નવનાતના સેવાભાવી સભ્યોની સંખ્યા નોંધપાત્ર છે.

