કોલંબોઃ ભારતની મુખ્ય સંરક્ષણક્ષેત્રની કંપની એમડીએલએ શ્રીલંકાના સૌથી મોટા શિપયાર્ડમાં આશરે 51 ટકા ભાગીદારી મેળવી છે. ભારતની એમડીએલ અને શ્રીલંકન કોલંબો ડોકયાર્ડ પીએલસી વચ્ચે આશરે 52.96 મિલિયન ડોલર એટલે કે રૂ. 452 કરોડનો સોદો થયો છે. ભારત તરફથી કોઈ સરકારી સંરક્ષણ શિપયાર્ડ કંપની દ્વારા કરાયેલો આ પ્રથમ આંતરરાષ્ટ્રીય સોદો છે, જેને કારણે ભારત સ્થાનિક સ્તરેથી હવે એક પ્રાંત પર પોતાનું પ્રભુત્વ વધારી શકશે. શ્રીલંકાને પોતાની તરફ વાળવાના પ્રયાસો કરી રહેલા ચીનને આ સોદાને કારણે માઠું લાગી શકે છે, કેમ કે ચીન આ વિસ્તાર પર ઘણા સમયથી નજર રાખીને બેઠું છે.