જમ્મુ-કાશ્મીરમાં 3 જુલાઈથી શરૂ થઈ રહેલી અમરનાથ યાત્રા પહેલાં સીઆરપીએફએ તીર્થયાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એનએચ 44 પર દેખરેખ વધારી દીધી છે. જમ્મુ-કાશ્મીર ધોરીમાર્ગ હજારો તીર્થયાત્રાળુઓ માટે મહત્ત્વના માર્ગોમાંનો
એક છે.
• દલિત સગીરાના ધર્માંતરણ બાદ આતંકી બનાવવાનું ષડયંત્રઃ કેરલ સ્ટોરી ફિલ્મની જેમ કાશ્મીરથી કન્યાકુમારી સુધી ફેલાયલાં આતંકી મોડ્યુલના કેસમાં ઉત્તરપ્રદેશની 15 વર્ષની દલિત યુવતીને ફોસલાવી, તેનું જબરદસ્તીથી ધર્માંતરણ કરી તેને આતંકવાદીઓનાી ભરતી કરતાં નેટવર્કમાં ધકેલી દેવામાં આવી હતી.
• તેલંગાણાની દવા ફેક્ટરીમાં આગ લાગતાં 42નાં મોતઃ તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં સોમવાર સવારે 9:28થી 9:35ની વચ્ચે ફાર્મા કંપની સિગાચી ઈન્ડસ્ટ્રીઝની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 45 લોકોનાં મોત નીપજ્યાં. આ સાથે અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. બ્લાસ્ટ બાદ અનેક લોકો ઇમારતમાં ફસાયા હતા.
• જીએસટી કલેક્શન 5 વર્ષમાં બમણુંઃ જીએસટી ટેક્સ સિસ્ટમે 5 વર્ષમાં ટેક્સ કલેકશન બમણું કર્યું છે. 2020-21માં રૂ. 11.37 લાખ કરોડનું જીએસટી કલેક્શન ફક્ત 5 વર્ષમાં બમણું થઈ રૂ. 22.08 લાખ કરોડ થયું છે. આ કલેક્શન બતાવે છે કે તેમા ગયાવર્ષની તુલનાએ 9.4 ટકાનો વધારો થયો છે. આમ 2024-25માં માસિક જીએસટી કલેકશન રૂ. 1.84 લાખ કરોડ હતું.
• બ્રિજ નિર્માણમાં ગંભીર બેદરકારીઃ ભોપાલના એશબાગ રેલવે ક્રોસિંગ પર 90 ડિગ્રીના વળાંકવાળા રોડ ઓવરબ્રિજ મામલે મધ્યપ્રદેશ સરકારે મોટી કાર્યવાહી કરતાં પીડબ્લ્યુડીના 7 એન્જિનિયરને સસ્પેન્ડ કરી દીધા છે. આ ઉપરાંત એક રિટાયર્ડ સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર પણ તપાસના સકંજામાં આવ્યા છે.
• પરાગ જૈન નવા રો ચીફઃ રિસર્ચ એનલિસિસ વિંગ (રૉ)ના નવા ચીફ પરાગ જૈનને બનાવવામાં આવ્યા છે. પરાગ જૈન પંજાબ કેડરના 1889 બેચના IPS ઓફિસર છે. તેમણે ઓપરેશન સિંદૂરમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. રો ચીફ તરીકે તેમનો કાર્યકાળ બે વર્ષનો હશે.
• દેશમાં ઇ-વોટિંગના યુગનો પ્રારંભઃ દેશના સૌથી પછાત રાજ્યમાં સ્થાન પામની બિહારે ભારતની ચૂંટણીમાં નવા યુગની શરુઆત કરી શકે છે. આ નવી શરૂઆત ઇ-વોટિંગની છે. બિહારમાં છ નગરપાલિકાની ચૂંટણીમાં પહેલી જ વખત ઇલેક્ટ્રોનિક વોટિંગ એટલે કે ઇ-વોટિંગનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
• ઉધમપુરમાં જૈશનો આતંકી ઠારઃ અમરનાથ યાત્રા પૂર્વે જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનના જૈશ-એ-મોહમ્મદના એક આતંકીને ઠાર કરાયો હતો જ્યારે ત્રણ આતંકીઓએ શોધવા કાર્યવાહી ચાલુ હોવાનું જણાવાયું છે.
• ચીનના સામ્યવાદી પક્ષના સભ્યોની સંખ્યા 10 કરોડને પારઃ ચીનના શાસક કોમ્યુનિસ્ટ પાર્ટી (સીપીસી)ના સભ્યોની સંખ્યા દસ કરોડના આંકડાને પાર કરી ગઈ છે. પાર્ટીની સેન્ટ્રલ ઓર્ગેનાઈઝેશન ડીપાર્ટમેન્ટ (સીઓડી)ના અહેવાલ મુજબ 2024ના અંત સુધીમાં આ સંખ્યા દસ કરોડ બે લાખ સિત્તેર હજાર સુધી પહોંચી ગઈ હતી.
• ઓપરેશન સિંદૂર આધુનિક યુદ્ધનું માસ્ટરક્લાસ ઉદાહરણઃ પહલગામમાં આતંકીઓએ 22 મેએ હિન્દુઓની નામ પૂછીને હત્યા કરી, જેના જવાબમાં પાકિસ્તાનમાં 9 આતંકી સ્થળોનો ખાત્મો બોલાવ્યો. ભારતની સૈન્યક્ષમતા દર્શાવતા આ ઓપરેશન સિંદૂરને રોયલ થાઈ એરફોર્સે આધુનિક યુદ્ધનું માસ્ટર ક્લાસ ઉદાહરણ ગણાવ્યું.
• ઈરાને પરમાણુ કાર્યક્રમ ફરી શરૂ કર્યોઃ ઈરાનને પરમાણુ બોમ્બ બનાવતું રોકવા ઇઝરાયલ અને અમેરિકાએ તેના પરમાણુ મથકોનો નાશ કરી દીધો. જો કે આઇએઈએએ ચેતવણી આપી કે ટ્રમ્પના દાવા છતાં ઈરાનનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે ખતમ નથી થયો. ટૂંક સમયમાં ફરી પરમાણુ કાર્યક્રમ શરૂ કરી શકે.
• બાંગ્લાદેશમાં રથયાત્રાના દિવસે ભારે દેખાવોઃ બાંગ્લાદેશમાં રથયાત્રાના એક દિવસ પહેલા ગુરુવારે ઢાકાના ખિલખેતમાં દુર્ગા મંદિર પર બુલડોઝર ફેરવા મુદ્દે વિવાદ વકર્યો છે. શુક્રવારે રથયાત્રાના દિવસે બાંગ્લાદેશના ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. ઘણા જિલ્લાઓ અને યુનિવર્સિટીમાં હિન્દુ સમુદાયે મંદિર તોડી પાડવાના વિરોધમાં પ્રદર્શનો અને માનવ સાંકળ રચી વિરોધ કર્યો હતો.