નવી દિલ્હીઃ એપલે ભારતીય મૂળના અમર સુબ્રમણ્યાને તેના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વાઇસ પ્રેસિડેન્ટ બનાવ્યા છે. સુબ્રમણ્ય જ્હોન જિયાનન્ડ્રિયાની જગ્યા લેશે, જે મે 2026માં નિવૃત્ત થઈ રહ્યા છે.
ગૂગલમાં સુબ્રમણ્ય ફાઉન્ડેશન મોડલ્સ, મશીન લર્નિંગ રિસર્ચ અને AI સેફ્ટી ટીમનું નેતૃત્વ કરશે. એપલમાં આ હાયરિંગ સિલિકોન વેલીના ટેલેન્ટ વોરનો એક ભાગ છે, જ્યાં ટોચના એન્જિનિયરોને ઊંચા પગાર-બોનસથી આકર્ષાય છે. સુબ્રમણ્યાએ 2009થી જુલાઈ 2025 સુધી 16 વર્ષ ગૂગલમાં કામ કર્યું. તેમણે ગૂગલના AI આસિસ્ટન્ટ જેમિનીની એન્જિનિયરિંગ ટીમને પણ લીડ કરી. જુલાઈમાં માઇક્રોસોફ્ટમાં જોડાયા, પરંતુ 5 મહિનામાં જ એપલમાં આવી ગયા.
પ્રારંભિક કારકિર્દી
અમર સુબ્રમણ્યા ગ્રેજ્યુએટ સ્ટડીઝ દરમિયાન માઇક્રોસોફ્ટ રિસર્ચમાં વિઝિટિંગ રિસર્ચર રહ્યા. 2007માં માઇક્રોસોફ્ટ રિસર્ચ ગ્રેજ્યુએટ ફેલોશિપ મળી. 2001માં IBMમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે 10 મહિના કામ કર્યું. 2009 થી 2025 સુધી 16 વર્ષ ગૂગલમાં કામ કર્યું અને સ્ટાફ રિસર્ચ સાયન્ટિસ્ટથી શરૂ કરીને એન્જિનિયરિંગ વાઇસ પ્રેસિડેન્ટ સુધી પહોંચ્યા. 2023 થી ગૂગલના જેમિની AI આસિસ્ટન્ટના એન્જિનિયરિંગ હેડ રહ્યા. ગૂગલમાં તેઓ ડીપમાઇન્ડ ટીમનો પણ ભાગ હતા. જુલાઈ 2025માં સુબ્રમણ્યા માઇક્રોસોફ્ટ કોર્પોરેટ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ AI તરીકે જોડાયા. ફાઉન્ડેશન મોડલ્સ અને કોપાઇલટ ચેટબોટ પર કામ કર્યું. જ્યાં તેઓ માત્ર 5 મહિના રહ્યા.

