એરબસે A-320 શ્રેણીનાં 6000 વિમાન ગ્રાઉન્ડેડ કર્યાં

Wednesday 03rd December 2025 05:52 EST
 
 

નવી દિલ્હીઃ વિશ્વમાં સૌથી વધુ વેચાતા અને હવામાં ઊડી રહેલા ફ્રાન્સની વિમાનો બનાવતી કંપની એરબસનાં A 320 કેટેગરીનાં 6,000 વિમાનોને ગાઉન્ડેડ કર્યા છે. તેમાં સમારકામ પછી તેને ફરી સેવામાં લેવામાં આવશે. આ વિમાન પર સૂરજનાં તીવ્ર સોલર રેડિએશનની અસરનો ખતરો મંડરાઈ રહ્યો છે જે ફલાઈટ ડેટા કન્ટ્રોલને ખરાબ કરી શકે છે. આને કારણે આખા વિશ્વમાં 6,000 જેટલી ફ્લાઈટ્સને અસર પડી છે. 6,000થી વધુ ક્લાઈટ્સનાં શિડ્યૂલ ખોરવાઈ ગયા છે. ફ્લાઈટ ડેટા કન્ટ્રોલ એ વિમાનની ઊંચાઈ, ડિરેક્શન અને કન્ટ્રોલ જેવી મહત્ત્વની વિગતો પૂરી પાડે છે તેમાં ખોટકો સર્જાવાથી વિમાનનાં સંચાલનને માઠી અસર થઈ શકે છે અને પ્રવાસીઓની સુરક્ષા જોખમાઈ શકે છે. આને કારણે ફ્રાન્સની વિમાનો બનાવતી કંપની એરબસ દ્વારા વિશ્વની જે એરલાઈન્સોનાં કાફલામાં A 320 કેટેગરીનાં વિમાનો છે તેનાં સોફ્ટવેર અપડેટ કરવા તાકીદ કરાઈ છે. સોફ્ટવેર અપડેશનને કારણે વિશ્વમાં હજારો ફ્લાઈટસનાં શિડ્યૂલ પર માઠી અસર પડી છે. ઈન્ડિગો અને એર ઈન્ડિયા તેમજ એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા A 320 વિમાનોનો ઉપયોગ કરાય છે. 


comments powered by Disqus