યુએઈનો પાકિસ્તાનીઓને વિઝા આપવા પર પ્રતિબંધ

Wednesday 03rd December 2025 05:52 EST
 
 

દુબઈઃ સંયુક્ત આરબ અમિરાતે પાકિસ્તાની નાગરિકો માટે સામાન્ય વિઝા ઇશ્યૂ કરવાનું અનૌપારિક રીતે રોકી દીધું છે. પાકિસ્તાનના એડિશનલ હોમ સેક્રેટરી સલમાન ચૌધરીએ ગુરુવારે સેનેટને આ વાતની જાણકારી આપતાં હોહા મચી હતી.
ચૌધરીએ જણાવ્યું હતું કે, યુએઈ અને સાઉદી અરેબિયા બંને અત્યાર સુધી પાકિસ્તાન પર અનૌપચારિક પ્રતિબંધ લગાવવાથી બચતા આવ્યા હતા, કેમ કે એક વખત ઔપચારિક પ્રતિબંધ લાગ્યા પછી તેને હટાવવો અત્યંત મુશ્કેલ હોય છે.
યુએઈ મુજબ ત્યાં રહેતા પાકિસ્તાનીઓ મોટાપાયે ગુનાખોરીમાં સંડોવાયેલા હોવાનું જણાયું છે અને આ સિવાય તે ટૂરિસ્ટ અને વિઝિટર વિઝાનો દુરુપયોગ કરતા હોવાનું પણ જણાયું છે. તેમાં પણ યુએઈમાં આવીને તેઓ ગુનાખોરી કરતા હોવાનું બહાર આવતાં યુએઈએ કંટાળીને આ નિર્ણય લેવો પડ્યો છે.
આ મુશ્કેલી છેલ્લા કેટલાય મહિનાથી હોવાથી જુલાઈ 2025થી પાકિસ્તાનની અરજીનો મોટાપાયે અસ્વીકાર કરાય છે. પાક.ના ગૃહપ્રધાને આ મુદ્દો તેમના યુએઈ સમકક્ષ સમક્ષ ઉઠાવ્યો હતો, પરંતુ વિઝા પર પ્રતિબંધ હટાવાયો નથી.


comments powered by Disqus