હોંગકોંગઃ બુધવારે તાઇ પો જિલ્લાના વાંગ ફુકમાં 8 બહુમાળી ઇમારતો પૈકી 7માં ભયાનક આગ લાગી ગઈ. તેમાં 151 લોકોનાં મોત થયાં છે. આગ એટલી વિકરાળ હતી કે તેને બુઝાવવા ફાયરની 700થી વધુ ગાડીઓ લાગી હતી.
ભયંકર આગના લીધે 8 પૈકી સાત ઇમારતો જાણે મોટો આગનો ગોળો બની ગઈ. આ આગને જોતાંની સાથે જ લોકોનાં મગજ પર જાણે 9-11 જેવી ઘટના ઘટી હોવાની શંકા જાગી હતી. ફાયર વિભાગ અને સ્થાનિક તંત્રના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક તબક્કે આ આગ તમામ ઇમારતોના ઘરોની સીલિંગમાં લગાવાયેલા થર્મોકોલના કારણે લાગી હોવાનું મનાઈ રહ્યું છે. ઘટનાના પગલે અફરાતફરી મચી ગઈ હતી. જેને કાબૂમાં લેવા તંત્રએ ભારે જહેમત ઉઠાવી હતી.

