ટાકાઓસાન ઇન્ટરચેન્જ

એન્જિનિયરિંગ અને રોડ બિલ્ડીંગનો તાલમેલ

Friday 06th June 2025 11:15 EDT
 
 

આ સાથેની તસવીરમાં જોવા મળતા ટોક્યોના ટાકાઓસાન ઇન્ટરચેન્જનું વિહંગાવલોકન કરશો તો પહેલી નજરે તે રમકડાના રેસિંગ ટ્રેક જેવો લાગશે, પરંતુ ધ્યાનથી જોશો તો તેમાં એન્જિનિયરિંગ અને રોડ બિલ્ડીંગનો અદભૂત તાલમેલ જોવા મળશે. પહાડી પ્રદેશમાં તૈયાર થયેલો આ ઇન્ટરચેન્જ એક જ પર્વતીય શ્રેણીમાં છ ટનલને સમાવી લે છે. અહીંની ભૌગોલિક પડકારજનક રચના ઇન્ટરચેન્જને અત્યંત જટિલ અને આકર્ષક બનાવે છે. દૂરથી જોતાં જાણે એવું લાગે છે કે જાણે કોઇએ તીવ્ર વળાંકો અને સર્પાકાર રસ્તાઓથી ભરેલો હોટ વ્હીલ્સ ટ્રેક ગોઠવ્યો હોય. 2012માં આ નિર્માણકાર્ય પૂરું થયા બાદ આ 12 લેનના ઇન્ટરચેન્જ નેશનલ હાઇવે રૂટ 20ને કેન ઓડો એક્સપ્રેસ વે સાથે જોડે છે. પર્વતીય વિસ્તાર હોવા છતાં તેની રચનામાં વાહનચાલકોની સરળતા અને સુરક્ષાની વિશેષ કાળજી લેવાઇ છે. જાપાનના એન્જિનિયરોએ આ પ્રોજેક્ટના નિર્માણ થકી પુરવાર કરી દીધું છે કે ગમેતેવા પડકારજનક કુદરતી સંજોગોને રચનાત્મક અભિગમ અને ટેક્નિકલ કૌશલ્ય થકી પાર કરવાનું મુશ્કેલ નથી.


comments powered by Disqus