ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના સૌથી મોટા પ્રાંત બલૂચિસ્તાનમાં આવેલા સુરાબ શહેર ૫૨ બલૂચ લિબરેશન આર્મીના લડવૈયાઓએ નિયંત્રણનો દાવો કર્યો છે. પાકિસ્તાન આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની ક્વેટા મુલાકાતના થોડા કલાકો પછી જ બીએલએ લડવૈયાઓએ કબજે કર્યાની જાહેરાત કરી હતી. સંગઠિત હુમલાઓમાં સુરાબમાં મહત્ત્વપૂર્ણ સરકારી ઈમારતો કબજે કરાઈ હતી. નેશનલ બેન્કની શાખામાં તોડફોડ કરવામાં આવી અને બેન્કો લૂંટી હતી.
ISI એજન્ટને ઠાર માર્યો
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની માગ કરી રહેલા બલૂચિસ્તાનના બળવાખોરો અને પાકિસ્તાન સેના વચ્ચેની લડાઈ ચાલુ છે. આ લડાઈમાં બલૂચ બળવાખોરોને દરરોજ નાની-નાની સફળતા મળી રહી છે. રવિવારે રાત્રે બલૂચ લિબરેશન આર્મી (બીએલએ)ના સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન સ્ક્વોડ (STOS) એ ક્વેટામાં એક ઓપરેશન દરમિયાન પાકિસ્તાની સેનાના મુખ્ય એજન્ટ બાબુલ મુહમ્મદ હસનીને મારી નાખ્યો. બીએલએની ગુપ્તચર શાખા ‘ZIRAB’ દ્વારા અપાયેલી ગુપ્ત માહિતીના આધારે આ ઓપરેશન હાથ ધરાયું હતું.
બીએલએના લડવૈયાઓએ ક્વેટાના બરૂરી રોડ પર સ્ટોપ એરિયામાં પાકિસ્તાની સેનાના એજન્ટ મુહમ્મદ હસનીની કારને મેગ્નેટિક IED વડે નિશાન બનાવી હતી. વિસ્ફોટને કારણે મુહમ્મદ હસનીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેનો સાથી મુહમ્મદ અમીન ગંભીર રીતે ઘાયલ થયો હતો. હસની પાકિસ્તાની સેનાનો મુખ્ય એજન્ટ હતોબાબુલ મુહમ્મદ હસની પાકિસ્તાની સેના અને તેની ગુપ્તચર એજન્સીઓનો મુખ્ય એજન્ટ હતો.
હસનીએ ટોર્ચર ચેમ્બર બનાવી હતીમુહમ્મદ હસનીએ એક ટોર્ચર ચેમ્બર પણ બનાવી હતી, જેમાં બલૂચ યુવાનોને બળજબરીથી ગાયબ કરવામાં આવતા હતા અને તેમને ત્રાસ આપવામાં આવતો હતો.