રમઝાનના તહેવાર દરમિયાન ઈફ્તાર માટે એકત્ર થયેલા ગાઝાના નાગરિકોને આ તસવીરમાં જોઈ શકાય છે. યુનાઈટેડ નેશન્સના અહેવાલ અનુસાર ગાઝાની 99 ટકા બિલ્ડિંગ કાટમાળ બની ગઈ છે. જેમા કુલ 2,45,000 મકાનોનો પણ સમાવેશ થાય છે. વર્લ્ડ બેન્કનું અનુમાન છે કે, ગાઝાને ફરી બેઠું કરવા માટે લગભગ 18.5 અબજ ડોલરનો ખર્ચ થશે.

