નવી દિલ્હી: કેરળના એક વ્યક્તિની જોર્ડન-ઈઝરાયેલ સરહદે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. મૃતકના સંબંધીઓએ આ માહિતી આપતાં કહ્યું કે, પહેલી માર્ચે જોર્ડનના ભારતીય દૂતાવાસ તરફથી એક ઇમેલ મળ્યો હતો જેમાં તેમના થુંબા નિવાસી 47 વર્ષીય એની થોમસ ગેબ્રિયલના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી. ઘટના 10 ફેબ્રુઆરીએ બની હતી, જ્યારે જોર્ડનના સૈનિકોએ સીમા પર ગોળીબાર કર્યા હતા.

