મેહલી મિસ્ત્રીની ટાટા ટ્રસ્ટમાં ફરી નિમણૂક સામે ટ્રસ્ટના બોર્ડે મનાઈ ફરમાવતાં અંતે મેહલી મિસ્ત્રીએ બોર્ડના આ નિર્ણય વિરુદ્ધ મુંબઈમાં ચેરિટી કમિશનર સમક્ષ કેવિએટ દાખલ કરી છે.
• મેહુલ ચોકસીની બેલ્જિયમમાં અપીલઃ ભાગેડુ ડાયમંડ બિઝનેસમેન મેહુલ ચોકસીએ પ્રત્યાર્પણના એન્ટવર્પની અદાલતના આદેશ વિરુદ્ધ બેલ્જિયમની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. એક અધિકારીએ જણાવ્યું કે, એન્ટવર્પની કોર્ટે ચોકસીના પ્રત્યાર્પણને કાયદેસર ગણાવ્યું હતું.
• ઇસરો દ્વારા 4410 કિલોનો સેટેલાઇટ લોન્ચઃ ઇસરોએ રવિવારે સૌથી વધુ 4410 કિલો વજન ધરાવતા સેટેલાઇટ લોન્ચ કર્યો. આ સેટેલાઇટ નૌકાદળની કોમ્યુનિકેશન ક્ષમતાને વધારે મજબૂત કરશે અને દુશ્મન દેશની એક-એક ઈચ જમીન પર તે ચાંપતી નજર રાખશે.
• માલદીવે તમાકુ પર પ્રતિબંધ લાદ્યોઃ માલદીવે 1 જાન્યુઆરી 2007 પછી જન્મેલી કોઈપણ વ્યક્તિને તમાકુ ખરીદવા, વાપરવા અથવા વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. આ કાયદો 1 નવેમ્બરથી દેશભરમાં અમલમાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય જાહેર આરોગ્યનું રક્ષણ કરવાનો અને તમાકુમુક્ત પેઢીને પ્રોત્સાહન આપવાનો છે. આ કાયદો પ્રવાસીઓને પણ લાગુ પડશે. કાયદાના ઉલ્લંઘન પર રૂ. 2.73 લાખનો દંડ પણ થશે.

