જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું લાંબી બીમારી બાદ મંગળવારે 79 વર્ષની વયે નિધન થયું. તેમણે દિલ્હીની રામમનોહર લોહિયા હોસ્પિટલમાં બપોરે 1:20 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.
• કર્ણાટકથી મળ્યું નવું બ્લડ ગ્રૂપઃ કર્ણાટકના કોલાર જિલ્લામાં વસતી 38 વર્ષની એક મહિલા કોલારની હોસ્પિટલમાં કાર્ડિયાક સર્જરી માટે દાખલ થઈ ત્યારે તેના લોહીના અસામાન્ય ગ્રૂપની જાણ થઈ હતી. આ બ્લડ ગ્રૂપને CRIB તરીકે માન્યતા મળી છે.
• ‘પરીક્ષા પે ચર્ચા’ને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાનઃ વડાપ્રધાન મોદીની પરીક્ષા પે ચર્ચામાં સૌથી વધુ લોકોની નોંધણી થતાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. પરીક્ષા પે ચર્ચાની આઠમી આવૃત્તિ દરમિયાન 3.53 કરોડ માન્ય રજિસ્ટ્રેશન થયાં હતાં.
• સાન ફ્રાન્સિસ્કો-મુંબઈ ફ્લાઇટમાં વંદા મળ્યાઃ એર ઈન્ડિયાની સાન ફ્રાન્સિસ્કોથી કોલકાતા થઈને મુંબઈ જઇ રહેલી ફ્લાઈટમાં વંદો મળી આવ્યો હતો. બે મુસાફરોએ પોતાની સીટની પાસે વંદો હોવાની ફરિયાદ કરી હતી.
• મિઝોરમમાં રૂ. 350 કરોડનું ડ્રગ્સ જપ્તઃ મિઝોરમમાં ડ્રગ્સના સૌથી મોટા જથ્થાની જપ્તી પૈકીની એકમાં રાજ્ય પોલીસે લગભગ રૂ. 350 કરોડના ક્રિસ્ટલ મેથામફેટામાઈન અને હેરોઈન સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે.
• પાકિસ્તાને અમેરિકાના પીઠમાં ખંજર ભોંક્યુંઃ અમેરિકાએ પાકિસ્તાન સાથે ટ્રેડ ડીલ કરી તેના પર ટેરિફ ઘટાડી 19 ટકા કર્યો. બીજી તરફ ગદ્દારી માટે જાણીતા પાકિસ્તાને ઇરાનની પરમાણુ ક્ષમતા વિકસાવવાની તરફેણ કરીને અમેરિકાની પીઠ પર ખંજર ભોંક્યું છે.
• બોલ્સોનારોના સમર્થનમાં હજારો લોકો રસ્તા પરઃ બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ બોલ્સોનારોને સજા બાદ તેમના સમર્થનમાં વર્તમાન રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા અને સુપ્રીમ ફેડરલ કોર્ટના ન્યાયમૂર્તિ વિરુદ્ધ લોકો રસ્તા પર ઉતર્યા હતા.
• અમેરિકાથી શસ્ત્રો મેળવવાની તાકમાં મુનીરઃ પાકિસ્તાન આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર ફરી અમેરિકાથી શસ્ત્રો ખરીદવા તરફ આગળ વધી રહ્યા છે. અત્યાર સુધી પાકિસ્તાન 80 ટકા સૈન્ય સાધનો ચીન પાસેથી મેળવતું હતું.
• UN શાંતિદળના ભારતીય સૈનિકોને એવોર્ડઃ સુદાનમાં નાગરિકોના રક્ષણ માટે યુએનના શાંતિદળમાં જોડાયેલા 838 ભારતીય જવાનોને સંયુક્ત રાષ્ટ્રોના મેડલથી નવાજાયા. આ 838 જવાનોમાં 12 મહિલા સૈનિકો પણ સામેલ છે.
• રશિયામાં 600 વર્ષ બાદ જ્વાળામુખી સક્રિયઃ રશિયાના કામચાટ્કામાં ક્રાશેનિનિકોવ જ્વાળામુખી ભૂકંપના કારણે 600 વર્ષ બાદ ફરી સક્રિય થયો છે. રવિવારે સવારે 4:50 વાગ્યે જ્વાળામુખી ફાટ્યો.