બ્રિટનના પ્રવાસે આવેલા ગુજરાતના જાણીતા શિક્ષણવિદ્ તેમજ સામાજિક અગ્રણી ડો. મફતભાઇ પટેલ લંડનમાં પ્રકાશક-તંત્રી સી.બી. પટેલના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત વેળા નિવૃત્ત શિક્ષક અને સંસ્કૃતિ સાહિત્ય શાસ્ત્રી શૈલેષકુમાર પંડ્યા ‘ઇશાન’ અને મિનાક્ષીબહેન પટેલ પણ તેમની સાથે રહ્યા હતા. લંડનમાં ટૂંકા રોકાણ બાદ ડો. મફતભાઇ પટેલ અમેરિકાના પ્રવાસે જવા રવાના થશે. વધુ વિગત માટે સંપર્કઃ ડો. મફતભાઇ પટેલ -
મો. 98240 21063 / ઇમેઇલઃ [email protected]